- અમદાવાદમાં નથી થઈ રહ્યો કોરોનાનો કહેર
- નવા 26 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટની યાદીમાં મૂકાયા
- 18 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ યાદીમાંથી બહાર કઢાયા
- સૌથી વધુ માઈક્રો કન્ટેનમેન્ટ પશ્ચિમ ઝોનમાં
અમદાવાદઃ નવા જાહેર કરાયેલા વિસ્તારોમાં સૌથી વધુ પશ્ચિમ વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટમાં સામેલ કરાયા છે. પશ્ચિમ વિસ્તારોમાંથી રાણીપ વાસણા અને નવરંગપુરા વિસ્તારની સોસાયટીને માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સામેલ કરવામાં આવી છે. આમ, માત્ર પશ્ચિમ ઝોનમાંથી જ 8 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે. ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં પાંચ-પાંચ વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ AMCએ નવા 31 વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા
દક્ષિણ-પશ્ચિમમાં ચાર સોસાયટીને કન્ટેનમેન્ટની યાદીમાંથી બહાર કાઢી
આ સાથે શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં પણ ક્રમશઃ પાંચ-પાંચ વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં મોટાભાગની સોસાયટી ગોતા, ચાંદલોડિયા, સેટેલાઈટ જેવા વિસ્તારોમાંથી છે. માઈક્રો કન્ટેનમેન્ટની યાદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હોય, તેવી સોસાયટીમાંથી ઉત્તર-પશ્ચિમમાં પાંચ સોસાયટી છે. જ્યારે દક્ષિણ-પશ્ચિમમાં ચાર સોસાયટીને કન્ટેનમેન્ટની યાદીમાંથી બહાર કાઢવામાં આવી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ મનપાના કમિશ્નરનું ફરમાન, ખાનગી હોસ્પિટલોએ 20 ટકા બેડ આરક્ષિત રાખવા પડશે
પૂર્વ-દક્ષિણ અમદાવાદના વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટમાં સામેલ કરાયા
પૂર્વ અમદાવાદમાં 3 અને દક્ષિણ અમદાવાદમાં 5 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સામેલ કરવામાં આવ્યા હતા. જ્યારે માઈક્રો કન્ટેનમેન્ટ યાદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હોય તેવા પૂર્વ અમદાવાદમાંથી 5, જ્યારે દક્ષિણ અમદાવાદમાંથી 3 સોસાયટીને માઈક્રો કન્ટેનમેન્ટની યાદીમાંથી બહાર કાઢવામાં આવી છે.