અમદાવાદ: જમાલપુર-ખાડીયાના MLA ઇમરાન ખેડવાલા દ્વારા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરને લખવામાં આવેલા પત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે, “ લોકો તરફથી કોરોના કોલર ટ્યુન બંધ કરવા માટેની ભલામણ મળી છે, જેના ભાગરૂપે પત્ર લખી રહ્યો છું. છેલ્લા ચાર મહિનાથી આ કોલર ટ્યુન દરેક કોલ પર વાગે છે અને લગભગ બધા લોકો સુધી આ માહિતી પહોંચી ગઈ છે.”
“આ કોલર ટ્યુનના કારણે કોલ લાગવામાં પણ ઘણો સમય લાગે છે. જેથી આ કોલર ટ્યુનને હવે હટાવી લેવી જોઈએ. ”
આ ઉપરાંત રાજસ્થાનના એક ધારાસભ્યએ પણ કોરોના કોલર ટ્યુનથી હેરાનગતિ થતી હોવાના આક્ષેપ સાથે હટાવી દેવાની માગ કરતો કેન્દ્રીય પ્રધાનને પત્ર લખ્યો હતો.