ETV Bharat / state

રાજ્યમાં અવિરત પડી રહેલો વરસાદ આગામી 5 દિવસ સુધી રહેશે યથાવત, હવામાન વિભાગની આગાહી - રાજ્યમાં વરસાદની આગાહિ

રાજ્યમાં છેલ્લા 6 દિવસથી વરસાદ અવિરત પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, રાજ્યમાં લો પ્રેશર અને સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ છે. જેથી રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી
author img

By

Published : Aug 16, 2020, 4:08 PM IST

અમદાવાદઃ રાજ્યમાં હવામાન વિભાગે ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેથી તંત્ર દ્વારા એલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. સુરત સહિત ઘણા એવા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે લોકોના જનજીવન પર માઠી અસર પણ જોવા મળી રહી છે. હાલ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં NDRFની ટીમ દ્વારા તમામ લોકોનો બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજ્યમાં અવિરત પડી રહેલો વરસાદ આગામી 5 દિવસ સુધી રહેશે યથાવત, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદ કરી આગાહી
હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી

મોટાભાગના જિલ્લાઓમાં જે પાણી ભરાયું છે, જેના કારણે લોકોને રહેવાની મુશ્કેલી સર્જાઈ છે, જેના કારણે હાલ NDRFની ટીમ તેમનું સ્થળાંતર કરી અન્ય સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે તેની પણ માહિતી આપવામાં આવી રહી છે. સાથે-સાથે કલરકોર્ડ પણ નક્કી કરાયો છે. જેમાં ચાર કલર અલગ અલગ રાખવામાં આવ્યા છે. ડાર્ક રેડ કલર એવું સૂચન કરી રહ્યું છે કે તે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે લાઇટ ડાર્ક કલર તે સૂચન કરી રહ્યું છે કે તે જિલ્લામાં મધ્યમ વરસાદ પડી શકે છે. તો બીજી તરફ ભારે વરસાદ જે જિલ્લામાં પડી શકે છે ત્યાં આગળ યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે. જ્યારે ગ્રીન કલર સામાન્ય વરસાદ માટે દર્શાવવામાં આવી રહ્યો છે.

16મી ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, દ્વારકા, પોરબંદર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે 17 ઓગસ્ટે ફરી વરસાદની તીવ્રતા વચ્ચે અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, દ્વારકા, સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

18 ઓગસ્ટે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 19 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી છે. તે કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર અને વલસાડ જિલ્લામાં કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા મોટાભાગના જિલ્લાઓમાં NDRFની ટીમ હાલ મોકલી દેવામાં આવી છે. સાથે જ બચાવ કામગીરી પણ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.