પોરબંદરઃ શહેરના છાંયા મહેર મણીયારા રાસ ગ્રુપ તથા લીરબાઈમાં રાસ મંડળ દ્વારા પરંપરાગત રીતે ઢાલ-તલવાર અને ડાંડિયારાસ રમવામાં આવે છે. જેમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખીની ઝલક આબેહૂબ રીતે દેખાય છે અને આ રાસ વિશ્વભરમાં અનેક દેશોમાં પ્રસ્તુત કરાયો છે. ત્યારે પોરબંદરના ગર્વ સમાન આ રાસ મંડળના ભાઈઓ તથા બહેનોને અમદાવાદ ખાતે યોજાનારા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં પણ આમંત્રણ મળ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23 તારીખે અમદાવાદ એરપોર્ટ ખાતે પધારશે, ત્યારે તથા અમેરિકાના રાષ્ટ્રપતિ 24 તારીખે અમદાવાદ એરપોર્ટ ખાતે પધારશે. તે સમયે એરપોર્ટ પર મણિયારો રાસ રજૂ કરી સ્વાગત કરવામાં આવશે જેની તૈયારી પોરબંદરમાં ચાલી રહી છે.