- સર મુબારક દરગાહ ધંધુકા ખાતે મહામેગા વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો
- વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત કુલ 609 વ્યક્તિઓએ લીધી વેક્સિન
- મુસ્લિમ સમાજના યુવાવર્ગનો વેક્સિન લેવા ધસારો
અમદાવાદઃ ધંધુકા ખાતે આવેલા સર મુબારક બુખારી દાદાની દરગાહ ખાતે વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના 18 થી 44 વર્ષની વય અને 45 વર્ષથી વધુ વયના કુલ 609 વ્યક્તિઓએ વેક્સિન લીધી હતી. જેમાં મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનોએ કોરોના જેવા રોગને ડામવા ઉત્સાહભેર ભાગ લઈ વેક્સિન લીધી હતી.
આ પણ વાંચોઃ Corona Vaccine: ગાંધીનગરમાં રોજના 5,000 વેક્સિનની જરૂરિયાત સામે માત્ર 2,500 ડોઝ અવેલેબલ
સર મુબારક દરગાહ ખાતે વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો
સર મુબારક દરગાહ ખાતે વેક્સિનેશન કાર્યક્રમ યોજવા સર મુબારક દરગાહના મુંજાવર બાપુ, ડૉ.સિરાજ દેસાઈ, મોહમ્મદ રજા બુખારી બાપુ, રાજુ બાપુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોની બેઠક મળ્યા બાદ દરગાહ ખાતે વેક્સિનેશન કાર્યક્રમ યોજવા નક્કી થયા પ્રમાણે વેક્સિનેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનોએ પોતાની સલામતી માટે વેક્સિનેશન કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાઈ મોટી સંખ્યામાં વેક્સિન લીધી હતી." મુસ્લિમ સમાજના યુવાવર્ગનો વેક્સિન લેવા ધસારો" વેક્સિનેશન દર માણસો સતત સેવાકીય પ્રવૃત્તિ કરી વેક્સિન લેવા અંતર્ગત મદદરૂપ થઈ રહ્યા હતા. મિયાન સર મુબારકના ખાદીમ રાજુ બાપુ તેમજ અન્ય સમાજના કાર્યકરો સમાજના સેવાભાવર દિનેશભાઈ પટેલ પણ વેક્સિન લેવા આવનાર ભાઈઓ બહેનોને અગવડતાએ માર્ગદર્શક્ બની લોકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ કરતા લોકો વચ્ચે દ્રષ્ટિ ગોચર થઈ રહ્યા છે. વેક્સિનેશન કાર્યક્રમમાં અર્બન હોસ્પિટલ ધંધુકાના ઇન્ચાર્જ ડૉ. સિરાજ દેસાઈ, નર્સિંગ સ્ટાફમાં અનિતાબેન અસારી, સોનલબેન તેમજ અન્ય કર્મચારીઓ જોડાઈ વેક્સિનેશન અંતર્ગત સરાહનિય કામગીરી કરી હતી.
આ પણ વાંચોઃ Vaccination campaign :વેક્સિન સેન્ટર પર આયોજનનો અભાવ, લોકો થયા પરેશાન
મુક્તાન મોદન જણાવ્યું
મુક્તાન મોદન જણાવ્યા પ્રમાણે વેક્સિન વિશે અમારા સમાજમાં કેટલીક ગેરસમજણ છે. તે દૂર કરવી જોઈએ આજે મેં વેક્સિન લીધી છે અને તમામ લેવી જોઈએ. વેક્સિન લેવામાં આપણી સલામતી છે. તમામ લોકોને વેક્સિન લેવા સમાજના લોકોને તેમજ યુવા વર્ગને અપીલ કરી હતી.
સરતાજ મલેક નામની મહિલાએ જણાવ્યું છે
વેક્સિન લેવી સારી બાબત છે, વેક્સિન લેવાથી કોરોના જેવી બીમારીને રોકી શકાય છે. વેક્સિન લેવાથી કોઈ આડઅસર થતી નથી, તેથી તમામ સમાજની બહેનોને વેક્સિન લેવા માટે આગળ આવવું જોઇએ અને વેક્સિન લેવી જોઈએ તેવી અપીલ કરી હતી.
ડૉક્ટર સિરાજ દેસાઈએ જણાવ્યું
ડૉક્ટર સિરાજ દેસાઈએ જણાવેલા કે કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સિન લેવી જોઈએ સમાજના તમામ લોકોએ વેક્સિન લેવા આગળ આવવું જોઈએ, આજે સર મુબારક બુખારી દાદાની દરગાહ ધંધુકા ખાતે આવેલા છે. અહીં વેક્સિનેશન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવેલા તેમાં તમામ સમાજના લોકોએ તેમજ મારા સમાજના ભાઈઓ બહેનોએ ઉત્સાહ ભેર વેક્સિન લીધેલા છે, ત્યારે તમામે વેક્સિનના બે ડોઝ લેવા જોઈએ. જેથી કોરોના જેવા રોગ સામે રક્ષણ મળી શકશે.