ETV Bharat / state

રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જાયો - કોંગેસ નેતાઓના રાજીનામા

રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપ કોંગ્રેસના 4 ધારાસભ્યોને તોડવામાં સફળ થયું છે. કોંગ્રેસના 4 ધારાસભ્યોએ અધ્યક્ષને પોતાના રાજીનામા સોંપ્યા હતા, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ગુજરાતના પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં ભરતસિંહ સોલંકીના ઘરે કોંગ્રેસના નેતાઓની હાઇ લેવલ મીટિંગ મળી હતી. જેમાં રાજ્યસભાની ચૂંટણીને લઇને ચર્ચા કરવામાં આવી હતી. મીટિંગ બાદ અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ મીડિયા સાથે વાતચીત કરતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

rajyasabha election
rajyasabha election
author img

By

Published : Mar 16, 2020, 5:00 AM IST

અમદાવાદઃ આગામી 26મી તારીખે રાજ્યસભાની ચૂંટણી થવાની છે. તે પહેલા ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે, તો કોંગ્રેસ અધ્યક્ષે આ ચારે ધારાસભ્યોના રાજીનામા સ્વીકારી લીધા છે.

વિધાનસભા સૂત્રો અનુસાર હજી વધુ કૉંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં આવી શકે છે. હાલ કૉંગ્રેસનાં 20 ધારાસભ્યોને રાજસ્થાનનાં એક રિસોર્ટમાં મોકલી દેવામાં આવ્યા છે. હાલ મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસનાં ચાર ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જેમાં ગઢડાનાં ધારાસભ્ય પ્રવિણ મારુ, અબડાસાનાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, લીંબડીનાં ધારાસભ્ય સોમા ગાંડા પટેલ, ધારીનાં ધારાસભ્ય જે.વી.કાકડિયાના રાજીનામા સ્વીકારી દેવામાં આવ્યા છે.

કોંગ્રેસ ધારાસભ્યોના રાજીનામાં પર ભરતસિંહની પ્રતિક્રિયા
સૂત્રો અનુસાર કોંગ્રેસના ચાર ધારાસભ્યો રાજીનામા ધરી દીધા બાદ કોંગ્રેસ પાસે હવે 69 ધારાસભ્યોના વોટ રહેશે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના બે ઉમેદવારને જીતાડવા મુશ્કેલ બની શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.