અમદાવાદઃ અમદાવાદમાં રવિવારની મોડી રાત એક પરિવાર માટે અંતિમ (Fire Accident Ahmedabad) રાત બની ગઈ હતી. જેમાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના આગમાં બળી જવાને કારણે મૃત્યું થયા હતા. વહેલી સવારે એકાએક આગ લાગવાને કારણે એક પરિવાર એ આગમાં (Ahmedabad Shahpur fire accident) ભળથું થઈ ગયો હતો. ત્રણ વ્યક્તિઓના દેહ એવી રીતે દાઝી ગયા હતા કે ઓળખવા મુુશ્કેલ થઈ પડ્યા હતા. ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ચારથી વધારે ગાડીઓએ પાણીનો મારો ચલાવીને આગ ઠારી હતી.
આ પણ વાંચોઃ મેનેજરની મિલીભગતથી બે ગઠિયા 3 ખોટી સોનાની ચેન પધરાવી 2.48 લાખ લોન ઉપાડી ગયા
ઘરમાં ધૂમાંડોઃ જ્યારે ફાયર વિભાગની (Ahmedabad Fire Department) ટીમ ઘરે પહોંચી ત્યારે ઘરમાં ધૂમાંડો ધૂમાંડ હતો. ફાયર વિભાગની ટીમને પતિ,પત્ની અને એક બાળકના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસને આ અંગેની જાણ કરાતા શાહપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતદેહને ત્યાંથી ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. FSL ટીમની પણ આ કેસમાં મદદ લેવામાં આવી છે. આટલી મોટી આગ ક્યા કારણોસર લાગી એ હજું સામે આવ્યું નથીઃ
આ પણ વાંચોઃ વટવા GIDCમાં નોનવેજના પૈસા આપવાની બબાલમાં મિત્રની હત્યા કરી નાખી
ગાદલામાં આગઃ જ્યારે વહેલી સવારે પાંચ વાગ્યા આસપાસ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી એ સમયે ગાલદામાં આગ ચાલું હતી. ફાયરની ટીમને કુલ ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. જેની સ્થિતિ જોઈ શકાય એવી ન હતી. કોઈ એક રૂમમાંથી લાગેલી આગ સમગ્ર ઘરમાં ફેલાઈ ગઈ હોવાનું અનુમાન છે. આગ એટલી વિકરાળ હતી કે, પરિવારને બહાર નીકળવાનો મોકો જ મળ્યો ન હતો.