ETV Bharat / state

Dholka Family Suicide : ધોળકામાં પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, પિતા-પુત્રનું મોત

અમદાવાદના ધોળકામાં એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે. એક જ પરિવારના ચાર સભ્યોએ ગતરોજ ઝેરી દવા ગટગટાવી હતી. આત્મહત્યાના પ્રયાસમાં પરિવારમાંથી બે વ્યક્તિનું મોત થયું છે. જ્યારે અન્ય બે હાલમાં સારવાર હેઠળ છે. આ પરિવાર પાસેથી મળેલી ચિઠ્ઠી અનુસાર તેમની દીકરીએ પ્રેમલગ્ન કરતાં પરિવાર આઘાતમાં હતો.

Dholka Family Suicide
Dholka Family Suicide
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2023, 11:31 AM IST

અમદાવાદ : ધોળકામાં એક જ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પિતા અને દીકરાનું મોત નીપજ્યું છે. બીજી તરફ માતા અને અન્ય દીકરાએ પણ ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ મામલે ધોળકા પોલીસે તપાસ કરતા એક ચિઠ્ઠી મળી આવી હતી. જેના આધારે દીકરીના સાસરિયા પક્ષ સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ હોવાનું પોલીસે જણાવ્યું છે.

સામુહિક આત્મહત્યા : બનાવની મળતી વિગત અનુસાર મૂળ મહેસાણા વિજાપુરના વતની અને હાલ ધોળકા ગામની સીમમા આવેલા મફ્લીપુર ગામમાં રામદેવનગર સોસાયટીમાં રહેતા પરિવારની દીકરીએ થોડા દિવસ અગાઉ ગામના જ યુવક સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. જેની જાણ પરિવારને થતા સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. બીજી તરફ દીકરીના સાસરિયાઓના વર્તનમાં ભેદ હોવાથી દીકરીના પરિવારને આઘાત લાગ્યો હતો. જેથી 5 સપ્ટેમ્બરની બપોરે જ પતિ અને પત્ની અને તેમના બે સંતાનો ઘરમાં ભેગા થયા હતા. ત્યાં આ પરિવારના ચારેય સભ્યોએ એક સાથે ઝેરી દવાના ગટગટાવી લીધી હતી. જેમાં કિરણભાઈ ગુલાભાઈ રાઠોડ અને હર્ષ કિરણભાઈ રાઠોડનું મોત નીપજ્યું છે. જ્યારે નીતાબેન કિરણભાઈ રાઠોડ અને હર્ષિલ કિરણભાઈ રાઠોડને હાલ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મંગળવાર બપોરે પરિવારના ચારેય સભ્યોએ આ પગલું ભર્યું હતું. જેમાં બે લોકોના મોત નિપજ્યા છે અને બે લોકો સારવાર હેઠળ છે. આ મામલે તેઓના વેવાઈ પક્ષના જવાબદાર લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ કરાશે. -- પ્રકાશ પ્રજાપતિ (ધોળકા DySP)

પોલીસ તપાસ : આ મામલે ધોળકા DySP પ્રકાશ પ્રજાપતિએ જણાવ્યું કે, આ પરિવાર મૂળ મહેસાણા વિજાપુર નજીક હંસનાપુર ગામના વતની છે. હાલ ધોળકા પાસેના મફ્લીપુર ગામમાં આવેલી રામદેવનગર સોસાયટીમાં રહેતો હતો. મૃતક 52 વર્ષીય કિરણભાઈ રાઠોડ ધોળકા GEB માં લાઈન મેન તરીકે નોકરી કરતા હતા. થોડા દિવસ અગાઉ કિરણભાઈની દીકરીએ પરિવારની સહમતી વિના પ્રેમ લગ્ન કરી લીધા હતા. જેની જાણ પરિવારને થઇ હતી. જેથી સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. ઉપરાંત દીકરીના સાસરિયાઓએ આ પરિવાર સાથે બોલવાનો સંબંધ ન રાખતા તેઓને વધુ આઘાત લાગ્યો હતો.

  1. Surat News: પાંડેસરાના આધેડના શંકાસ્પદ મોત બાદ હોબાળો, પરિવારજનો અને મૃતકના શેઠ વચ્ચે મારામારી
  2. Minor Girl Committed Suicide : સુરતમાં 12 વર્ષની કિશોરીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.