અમદાવાદઃ લોખંડવાલા હોસ્પિટલ ગઈ કાલે તૈયારી થઈ ગઈ છે અને આજથી કામ શરૂ પણ થઈ ગયું છે. 10થી વધુ ડૉક્ટર્સ સેવા આપવા ખડેપગે છે. આજથી દર્દીઓને ત્યાં સારવાર આપવામાં આવશે. અમદાવાદમાં આજે 249 નવા કેસ, 12 મૃત્યુ થયાં છે અને ગઈ કાલે એક જ દિવસમાં 81 લોકોને રજા અપાઈ છે. સવારે એક્ટીવ કેસ 2470, વેન્ટીલેટર 46 દર્દી છે અને 2426 સ્ટેબલ દર્દી છે. લાખોની વસ્તીવાળા શહેરમાં 4642 ટેસ્ટ થઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં તમામ ફેરીયાઓને 20 હજાર 270 માસ્કનું વિતરણ કરવામાં આવ્યાં છે. 4354 સેનેટાઈઝરની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે. શહેરીજનોએ ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. 104 જેટલી ટીમ દ્વારા આ નિયમનો અમલ કરવામાં આવી રહ્યો છે. જંગી પ્રમાણમાં સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવે છે.104 ટીમ દ્વારા તમામ વોર્ડમાં ચેકિંગ, 2 કલાકમાં 1326 વ્યક્તિને ₹3,83,500 નો દંડ ફટકરવામાં આવ્યો.
માસ્ક-સેનેટાઈઝરઃ 104 ટીમ ચેકિંગમાં બે કલાકમાં રુ.3,83,500નો દંડ ફટકારાયો
આજથી શહેરમાં માસ્ક અને સેનેટાઇઝર તમામ ફેરિયાઓ તથા દુકાનદારોને ફરિજયાત બન્યું છે. તમામ ફેરીઆઓને 20 હજાર 270 માસ્કનું વિતરણ પણ કરી દેવાયું છે. 4354 સેનેટાઈઝર બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે. શહેરીજનોએ ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. 104 જેટલી ટીમ દ્વારા આ નિયમનો અમલ કરવામાં આવી રહ્યો છે. જંગી પ્રમાણમાં સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવે છે.