ETV Bharat / state

અમદાવાદ: 2 મહિના પૂર્વે પરિણીતાએ કર્યો હતો આપઘાત, પૂર્વ પ્રેમી સામે ફરિયાદ - Shahpur Police

અમદાવાદ શહેરમાં 2 મહિના પૂર્વેની એક ઘટના બની હતી. જેમાં પૂર્વ પ્રેમી દ્વારા બ્લેકમેઇલ કરવાથી કંટાળી એક પરિણીતાએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જો કે, જે તે સમયે અકસ્માતે મોતનો ગુનો નોંધી હવે પરિણીતાના પિતાએ પૂર્વ પ્રેમી વિરૂદ્ધ આપઘાત કરવા દુષ્પ્રેરીત કરવાનો ગુનો નોંધાવ્યો છે.

અમદાવાદ: 2 મહિના પૂર્વે પરિણીતાએ કરેલા આપઘાત મામલે પૂર્વ પ્રેમી સામે નોંધાયો

author img

By

Published : Aug 30, 2020, 9:48 AM IST

અમદાવાદઃ શહેરમાં બિહારના પટના ખાતે રહેતી યુવતીના લગ્ન એપ્રિલ 2019માં કાનપુરના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ યુવકની નોકરી અમદાવાદમાં શરૂ થઇ હોવાથી દંપતી ખાનપુર ખાતે ભાડાના મકાનમાં રહેતા હતા. જે બાદ પરિણીતાને ગામનો જ પૂર્વ પ્રેમી કનૈયો ફોન કરીને વારંવાર હેરાન કરતો હતો, ત્યારે પરિણીતા તેને હેરાન ન કરવા અનેકવાર સમજાવતી હતી, ત્યારે પરિણીતાને કહ્યું હતું કે, આ સાથે એક ટિકટોક વીડિયો બનાવી લે બાદમાં ભૂલી જઈશ.

પરિણીતાએ કનૈયા સાથે વીડિયો તો બનાવી લીધો અને બાદમાં વીડિયો તેના પતિને મોકલ્યો હતો. જે બાદમાં પણ કનૈયો પરિણીતા અને તેના પતિને વીડિયો વાયરલ કરીને બદનામ કરવાની ધમકી આપતો હતો. જેથી પરિણીતા ત્રાસી ગઈ હતી અને 29મી જૂને પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ મામલે પરિણીતાના પિતાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં કનૈયા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે. શાહપુર પોલીસે આત્મહત્યા કરવા દુષ્પ્રેરીત કરવા ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.