અમદાવાદ: જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર રાત્રિના સમયે ચોરી કરતી એક ટોળકી સક્રિય થઈ હતી. જેમાં અમદાવાદ ગ્રામ્ય ની અંદર કુલ ત્રણ સુરેન્દ્રનગર જિલ્લા અને ગ્રામ્ય માં ત્રણ અને વિરમગામ ની અંદર એક ફરિયાદ દાખલ થઈ હતી. ધોળકામાં રહેતો પૂનમ ઉર્ફે પુનિયો ઠાકોર અને તેના બે સાચી અલ્પેશ પટેલ અને અશોક પટેલ સાથે મળીને રાત્રિના સમયે ઘરની અંદર પ્રવેશ કરી સોના અને ચાંદી સહિત રકમોની ચોરી કરતા હતા. અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમને હ્યુમન સોર્સના માધ્યમથી બાદની મળતા ત્રણેય આરોપીને ધોળકા વિસ્તારની અંદર આવેલી બલાસ ચોકડી નજીકથી ધરપકડ કરવામાં આવી હતી.
"જે આ ગેંગ દ્વારા અનેક ગુનાને અંજામ આપવામાં આવ્યો છે. આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામા આવી છે"-- અમિતકુમાર વસાવા (અમદાવાદ જિલ્લા SP)
મુદ્દામાલ કબજે: પુનિયા ગેંગનો મુખ્ય આરોપી પૂનમ ઉર્ફે પુણ્યો જેની સામે અગાઉ કુલ 16 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે વધુ છ ગુનાનો ભેદ ઉગેલા હતા હવે તેની સામે કુલ 22 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. પુનિયા ગેંગના સાગરીતો દિવાલ ચડવામાં અને ઘરની અંદર પ્રવેશ કરવામાં માહિર હતા. જેના કારણે આ ગેંગ દ્વારા ચોરીને અંજામ આપવામાં આવતો હતો. આરોપીઓ ચોરી કર્યા બાદ ત્યાંથી ધોળકા તરફ ફરાર થઈ જતા હતા. ચોરી કરેલી સોનાના દાગીના પોતાના પરિવારના સભ્યોને આપતા હતા. ચોરીના દાગીનાઓ અલગ અલગ બેંકની અંદર લોકર ખોલાવીને મુકતા હતા. હાલ અમદાવાદ ગ્રામ્ય એલસીબી એ સોનાના દાગીના જેની કિંમત ફુલ 20 લાખ છે સાથે ત્રણ મોબાઈલ એક બાઈક મળીને કુલ 22,15,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આરોપીની વધુ પૂછપરછ: અમદાવાદ ગ્રામ્ય પોલીસે પુનિયા ગેંગના પકડાયેલા તમામ આરોપીની વધુ પૂછપરછ હાથે કરી છે. અને અન્ય પણ ચોરીની અંદર તેમનો હાથ છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરી છે.પુનિયા ગેંગના સભ્યોનો ગુનાહિત ઇતિહાસ1. પૂનમ ઠાકોર ઉર્ફે પુનિયોઅમદાવાદ ગ્રામ્યમાં 6, મહેસાણા જિલ્લામાં 3, સુરેન્દ્રનગર જિલ્લામાં 3, ખેડા જિલ્લામાં 2 અને બોટાદ જિલ્લામાં 2 ગુન્હામાં પકડાયેલ હતો. અલ્પેશ પટેલ ઉર્ફે અલ્પોઅમદાવાદ ગ્રામ્યમાં 3 મહેસાણા જિલ્લામાં 3 સુરેન્દ્રનગર જિલ્લામાં 3 અને ખેડા જિલ્લામાં 2 ગુનામાં પકડાયેલ હતો.અત્યારે શોધાયેલ ગુનાઅમદાવાદ ગ્રામ્યમાં કોર્ટ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુનાઓ નળસરોવર પોલીસ સ્ટેશનમાં એક ગુનો વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો અને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પોલીસ સ્ટેશનમાં બે ગુના નો ભેદ ઉકેલાયો છે.