કાર્યક્રમ અંતર્ગત વજ્રઓ ફોર્સના ડિરેક્ટર રૂઝાન ખામ્બાટ્ટા એ કહ્યું કે, "અત્યાર સુધી અમે મહિલાઓમાં જાગૃતિ માટે કામ કર્યું છે, પરંતુ જ્યાં સુધી પુરુષોની માનસિકતા નહિં બદલાય ત્યાં સુધી સમાજમાં સ્ત્રીઓને પોતાનું સ્થાન મળશે નહીં તેથી પુરુષો હવે સ્ત્રીઓને માન સન્માન આપે તે માટે પુરુષોમાં જાગૃતિ લાવવા માટે કૅમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે. "
અનિલ પ્રથમ એડિશનલ ડી જી પી વુમન સેલએ કહ્યું કે, "સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા માટે ઘણી હેલ્પ લાઈન ઉપલબ્ધ છે, તો મહિલાઓએ તેનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. "
આ ઉપરાંત લાઈફ સ્કિલ કાર્યક્રમ અંતર્ગત બાળકો સાથે સુરક્ષા, આત્મવિશ્વાસ, ગોલ તેમજ બાળકોમાં હકારાત્મક વલણ કેળવાય તે માટે મહેમાનો દ્વારા સ્પીચ આપવામાં આવી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ધીરેન્દ્ર સિંહ તોમર-ચેરમેન અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, કેનાડા કોન્સુલ જનરલ એની દુબે, વજ્રઓ ફોર્સના ડિરેક્ટર રૂઝાન ખામ્બાટ્ટા તેમજ શાળાના પ્રિન્સિપાલ હાજર રહ્યા. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં સ્કિલ ડેવેલોપ કરવામાં જાગૃતતા લાવવાનો હતો.
કેનેડાના કોન્સુલ જનરલ એની દુબેએ બાળકોને કહ્યું કે, "બાળકો દેશનું ભવિષ્ય છે, તેથી તેમને બાળપણમાં જ જાગૃત કરવામાં આવે તો તે દેશના ભવિષ્યને બદલી શકશે તેમજ સમાજને પણ જાગૃત કરી શકશે."