મનપા સંચાલિત હોસ્પિટલોમાં બીજી ડિલિવરી બાદ મનપા રિઝનેબલ ચાર્જ વસુલ કરશે - gujrat news'
મનપા સંચાલિત હોસ્પિટલોમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવેથી મનપા સંચાલિત હોસ્પિટલોમાં ટૂંક સમયમાં જ માત્ર બે સગર્ભા મહિલાઓની જ ડિલિવરી થઈ શકશે. ત્રીજી ડિલિવરી માટે મનપા નિયત રિઝનેબલ ચાર્જ વસુલ કરશે.
- મનપાએ સગર્ભા મહિલાઓની ડિલિવરી માટે કર્યો મોટો નિર્ણય
- ટૂંક સમયમાં ત્રીજી ડિલિવરીથી લેવાશે ચાર્જ
- LG, VS અને શારદાબેન હોસ્પિટલમાં માત્ર બે ડિલિવરી જ કરાશે મફત
અમદાવાદ: મહાનગરપાલિકાએ મનપા સંચાલિત હોસ્પિટલોમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવેથી મનપા સંચાલિત હોસ્પિટલોમાં ટૂંક સમયમાં જ માત્ર બે સગર્ભા મહિલાઓની જ ડિલિવરી થઈ શકશે. ત્રીજી ડિલિવરી માટે મનપા નિયત રિઝનેબલ ચાર્જ વસુલ કરશે. આ માટે મનપાએ અધિકારીઓને ડ્રાફ્ટ તૈયાર કરવા આદેશ આપ્યો છે. મોટાભાગે આવનારી સ્ટેન્ડિંગ કમિટીમાં આ ડ્રાફ્ટ મંજૂરી માટે મુકાય તેવી શકયતા છે.
બોર્ડ બેઠકમાં આવો નિર્ણય લેવા ચર્ચા થઈ
અગાઉ 1987 માં VS ના બોર્ડ બેઠકમાં આવો નિર્ણય લેવા ચર્ચા થઈ હતી. મનપા શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટે ETV ભારતને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હજી આ મુદ્દે વિચારણા થઈ છે અને અધિકારીઓને ડ્રાફ્ટ બનાવવા કહેવાયું છે. ડ્રાફ્ટમાં નક્કી કરાશે કે ત્રીજી ડિલિવરીમાં જનરલ અને અન્ય વોર્ડનો કેટલો ચાર્જ વસુલ કરવામાં આવશે. જો કે આ ચાર્જ રિઝનેબલ રહેશે. ટૂંક સમયમાં ડ્રાફ્ટ તૈયાર થાય ત્યારે બાદ તે સ્ટેન્ડિંગ કમિટી અને મનપા બોર્ડ બેઠકમાં મંજુર થશે. ત્યારબાદ તેનું અમલીકરણ શરૂ કરવામાં આવશે. અગાવું પણ 27 ઓગસ્ટ 1987 માં આ મુજબનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ તેની અમલવારી કરાઈ ન હતી.