ભાજપના વર્તુળોમાં અન્ય અભિનેતા મનોજ જોશીની ટિકિટ મળી શકે છે. સામાજિક પરિબળો ધ્યાને લેવામાં આવે તો અમદાવાદની મૂળ બેઠક પરથી અત્યાર સુધી ઘણા ઉમેદવારો બ્રાહ્મણ જ રહ્યા હતા. 2009માં નવા સીમાંકન પછી યોજાયેલી લોકસભામાં ભાજપાએ પરંપરાગત સાંસદ હરીન પાઠકને યથાવત રાખ્યા હતા.
વર્ષ 2014માં અચાનક તેમને પડતા મૂકીને પરેશ રાવલને ટિકિટ આપી હતી. તે વખતે હરીન પાઠકએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
ગાંધીનગરમાં ભાજપ પ્રમુખ અમિત શાહની દાવેદારી જાહેર થઇ છે, ત્યારે અમદાવાદ પૂર્વમાં પાટીદારોને ટિકિટ મળવી જોઈએ તેવી માંગણી પ્રબળ બની છે. ઉમિયા ફાઉન્ડેશનના સી.કે પટેલ, મહેશ કશવાલાના નામ પર ચર્ચા ચાલે છે. જયારે ભૂષણ ભટ્ટ, હરીન પાઠક જેવા દાવેદારી વચ્ચે મનોજ જોશીનું નામ ચાલે છે.
ઉલ્લેખનીય છે કે, 2017 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હુ છુ વિકાસ, હું છુ ગુજરાત જાહેર ખબરમાં જોવા મળ્યા હતા.