ઈલેક્ટ્રીક બસોની પહેલને કોંગ્રેસે આવકારી હતી. પરંતુ બીજેપી દ્વારા ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેને બીજેપી દ્વારા ફક્ત દેખાડો કરવાનો આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગૃહ પ્રધાન અમિત શાહે તેમના ભાષણમાં સ્વચ્છતા અને પ્રદૂષણની વાતો કરી ત્યારે દેશમાં પ્રદૂષિત 25 નદીઓમાં 20 નદીઓ ગુજરાતની છે.
નર્મદા, સાબરમતી અને તાપી નદીનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રીય વૃક્ષ નીતિ 1998 પ્રમાણે એક તૃતીયાંશ ભાગ વૃક્ષો હોવા જોઈએ જેટલા વૃક્ષો ગુજરાતમાં નથી. ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 10 લાખ વૃક્ષો કાપવામાં આવ્યા છે.