અમદાવાદ: વૈશાખી પૂર્ણિમાએ મણિનગરમાં સ્વામિનારાયણ મંદિરે ભગવાનને ચંદનના મનોરમ્ય શણગાર ધરાવવામાં આવ્યા હતા.
ધોમધખતા તાપમાં પણ દર્શનાર્થીઓની દર્શન કરવાની અડગ શ્રદ્ધા વચ્ચે સુખરૂપ દર્શન કરવાનો પરમ સંતોષ સંતો-ભક્તોએ લાઈવ દર્શનથી માણ્યો હતો. મણિનગરમાં સ્વામિનારાયણ મંદિરે સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય પૂજારી સંતો દ્વારા સ્વામિનારાયણ ભગવાન-ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ આદિ મૂર્તિઓને ચંદનના કલાત્મક વાઘાથી મનોરમ્ય સજાવટ કરી ભક્તિ અદા કરી હતી.
જેનાં લાઈવ દર્શન દેશ-વિદેશમાં વસતા સત્સંગી હરિભક્તો તથા અનેક આસ્થાળુઓ અને શ્રદ્ધાળુઓએ લોકડાઉનના સમયે ઘર બેઠાં કર્યાં હતાં.