- આંગણવાડીમાં નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતો
- મહિને 15,000 રૂપિયા પગારની બાહેંધરી આપતો
- પૈસા આવી ગયા પછી નોકરી ન આપતા આરોપી ફરિયાદ નોંધાઇ
અમદાવાદ : શહેરમાં સમાચારપત્રોમાં આંગણવાડીમાં નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી આરોપી છેતરપિંડી કરતો હતો. આરોપી વિકલાંગ છે પરંતુ મગજથી ખુબ જ હોશિયાર છે. આરોપીનું નામ વિપુલ બોરસણીયા છે. જેમાં ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલા આ વિકલાંગ આરોપી ખાનગી ન્યુઝ પેપરમા આંગણવાડીમાં કો-ઓર્ડીનેટર તરીકેની નોકરી અપાવવાની જોહેરાત કરીને મહિને 15,000 રૂપિયા પગારની બાહેંધરી આપતો હતો.
આ પણ વાંચો : સરકારી નોકરીના બહાને લાખો રૂપિયા પડાવતી ટોળકીની ધરપકડ
એગ્રીમેંટ ફીના નામે 1500થી 2000 રૂપિયા ઓનલાઈ ટ્રાન્સફર કરાવતો
royalgroup365@gmail.com નામના મેઈલ પર બોયોડેટા મંગાવી એગ્રીમેંટ ફીના નામે 1500થી 2000 રૂપિયા ઓનલાઈ ટ્રાન્સફર કરાવતો હતો. અરજદારના પૈસા આવી ગયા પછી નોકરી ન આપતા આરોપી વિપુલ સામે ફરિયાદો થઈ હતી.
આરોપીએ ઘણા લોકોની સાથે છેતરપિંડી કરી હશે
સાયબર ક્રારાઈમની ટીમે ફરિયાદના આધારે તપાસ કરતા આરોપીન વિપુલ બોરસણીયાને અમરેલી જિલ્લાના મતીરાલા ગામેથી ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી પોલીસે 2 ફોન, એક લેપટોપ, જુદી-જુદી બેંકની 7 પાસબુક, 26 જેટલી ચેકબુક, 27 જેટલા ડેબીટ કાર્ડ, 10 જેટલા ક્રેડિટ કાર્ડ અને અલગ-અલગ સ્ટેમ્પ મળી આવ્યા છે. આરોપીની ગુનાઓની તપાસ કરતા 10 જેટલા અલગ-અલગ ગુનાઓ મળી આવ્ચા છે. પરંતુ પોલીસને જે પ્રમાણેનો મુ્દ્દામાલ મળી આવ્યો છે તે જોતા કહી શકાય કે, આરોપીએ ઘણા લોકોને ભોગ બનાવ્યા હશે.
આ પણ વાંચો : ગુગલમાંથી નંબર શોધી બેન્ક અધિકારીને ફોન કર્યો, ખાતામાંથી ઉપડી ગયા 4 લાખ 70 હજાર રૂપિયા
તમામ બેંક એકાઉન્ટ ફ્રીજ કરી તપાસ હાથ ધરી
સાયબર ક્રાઈમની ટીમે આરોપીના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. આરોપીના તમામ બેંક એકાઉન્ટ ફ્રીજ કરી તપાસ હાથ ધરી છે. આરોપીના રીમાન્ડ બાદ વધુ ગુાનઓની કબૂલાત થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.