ETV Bharat / state

ધોળકાનો મામલતદાર રૂ. 25 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો - એસીબી ટિમ

મામલતદાર કક્ષાએ પણ કંઈ કામ કરાવવું હોય તો લાંચ આપવી પડે છે જેનું એક ઉદાહરણ જોવા મળ્યું ધંધુકામાં. ધંધુકાના મામલતદાર હાર્દિક મોતીભાઈ ડામોરે એક વ્યક્તિ પાસે રૂ. 25 લાખની લાંચ માગી હતી. જોકે, એલસીબીએ એક જાગૃત નાગરિકની મદદથી ધોળકાના મામલતદારને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

ધોળકાનો મામલતદાર રૂ. 25 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

author img

By

Published : Jan 20, 2021, 5:25 PM IST

  • ધોળકાના મામલતદાર લાંચ લેતા ઝડપાયો
  • એસીબી દ્વારા કરવામાં આવી ધરપકડ
  • 25 લાખ રૂપિયાની લાંચ માગતા મામલતદાર ઝડપાયો
  • જાગૃત નાગરિકની મદદથી એસીબીની ટીમે કરી કાર્યવાહી
    જાગૃત નાગરિકની મદદથી એસીબીની ટીમે કરી કાર્યવાહી

ધોળકાઃ આ મામલે એસીબીના નાયબ પોલીસ કમિશનર ડી. પી. વાઘેલાએ આ અંગે વિગત આપતા જણાવ્યું હતું કે, ધોળકાના મામલતદાર સમક્ષ ફરિયાદીએ મોજે બદરખાની સીમમાં આવેલી જમીનમાં ક્ષેત્રફળ સુધારણા તથા ખેડૂતમાંથી બિનખેડૂત કરેલી, જે ફરી ખેડૂત કરવા અંગેની અરજી મામલતદાર કચેરી ધોળકા ખાતે આપી હતી.

એસીબીએ છટકું ગોઠવી મામલતદારને રંગેહાથ લાંચ લેતા પકડ્યો

આના આધારે ક્ષેત્રફળ સુધારણા અંગેની કામગીરી કરી આપવા બદલ તથા બિનખેડૂત કરેલી હતી, જે ફરી ખેડૂત તરીકે કાયમ કરવા રૂ. 25 લાખની માગણી કરી હતી. આ રકમ ફરિયાદી આપવા માગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરતા લાંચનું છટકું ગોઠવ્યું હતું, જેમાં મામલતદાર રૂ.25 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.