અમદાવાદ: રાજ્ય સરકારે દ્વારા ગુજરાતના મોટા શહેરોમાં રખડતા પશુઓને લઈને નવી પોલિસી બહાર પાડી છે. જેનો તમામ કોર્પોરેશન દ્વારા તબક્કાવાર આ નીતિનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર બાબતે તંત્રએ પોલિસી અમલીકરણ શરૂ કર્યું છે. જેને લઈને માલધારી સમાજના આજથી આંદોલન પર ઉતરી આવ્યા છે.
માલધારી પશુપાલન બચાવ સમિતિના પ્રમુખ નાગજી દેસાઈએ મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપ્યું હતું કે રસ્તા ઉપર રખડતા ઢોલ પકડવાની કામગીરી સામે અમારો કોઈ જ પ્રકારનો વિરોધ નથી. પરંતુ માલધારીઓ પાસે પશુ રાખવાના દસ્તાવેજ માંગવામાં આવે છે અને જે માલધારીઓ પાસે લાઈટ બિલ અને દસ્તાવેજ હોય તેવા માલધારીઓને જ પશુ રાખવાનું લાઇસન્સ આપવાની નવી બાબતે કોર્પોરેશન તરફથી સામે આવી છે. ખોટા ખોટા એફિડેવિટ ફાઇલ કરવામાં આવે છે. પશુ રાખવાની જગ્યાનું ટેક્સ બિલ અને લાઈટ બિલ કઈ રીતે આપી શકીએ તેવા પણ પ્રશ્નો કર્યા હતા.
કોર્પોરેશન પર ઉઠાવ્યા સવાલ: નાગજી દેસાઇએ વધુમાં જણાવ્યું હતું કે આજે બાપુનગર હનુમાન મંદિરના દર્શન કરીને પશુપાલન અમારી માંગે છે કે અમે વર્ષોથી અહીં રહીએ છીએ અને પશુપાલનનો વ્યવસાય કરીએ છીએ ત્યારે લાઈટ બિલ અને ટેક્સ બિલના આધારે લાઇસન્સ આપવું જોઈએ તેવું ફરમાન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જો પરવાનગી હશે તો જ ઘરેથી દૂધ વેચી શકો તેવી જોગવાઈ કરવામાં આવી છે. અમારી માંગણી એ છે કે જ્યારે કમિશનર તરીકે નેહરા સાહેબ હતા ત્યારે એક પરિવાર દીઠ 200 રૂપિયા લઈને રજીસ્ટ્રેશન કર્યું હતું, જેના કરોડો રૂપિયા કોર્પોરેશનમાં જમા છે તો આ ભેગા કરેલા કરોડો રૂપિયાનું શું કર્યું, પૈસા ઉધરાવવા તે એક નાટક હતું ? પ્રજાને ગુમરાહ કરવામાં આવી છે.
કોર્પોરેશનમાં કરાશે રજૂઆત: આ સાથે નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશનરે માલધારીના મકાન દીઠ જે 200 રૂપિયા ઉઘરાવ્યા હતા અને ઢોર માટે વ્યવસ્થા કરવાની જાહેરાત કરી હતી ત્યારે કોઈ વ્યવસ્થા તો થઈ નથી પરંતુ 200 રૂપિયા ઉઘરાવ્યા હતા તેનું શું થયું તેના પણ પ્રશ્નો બાબતે 200 રૂપિયાની પહોંચ સાથે મંગળવારે કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવશે.
માલધારીઓની માંગ: નાગજી દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે માલધારીઓને ઘરે દૂધનો વ્યવસાય કરવો હોય તો દસ્તાવેજ વાળી જગ્યા જોઈએ તેઓ નિયમ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે માત્ર દૂધ વેચતા હોય તેવા લોકોને જે દસ્તાવેજ વાળી જગ્યામાં ઢોર બાંધી શકે જેથી નિયમમાં સુધારો કરીને લાઈટ બિલ, ટેક્સ બિલ અને સરનામાનું હોય ત્યાં અમને ટેક્સ બિલના આધારે ઘરે ઢોર બાંધવાની પરમિશન આપવી જોઈએ તેવી માંગ નાગજી દેસાઈ કરી હતી.
દુધના વેચાણના ઘટાડો: નાગજીભાઈ દેસાઈએ દૂધના વેચાણ બાબતે કહ્યું કે છેલ્લા 15 દિવસના દૂધના વેચાણમાં ઘટાડો થયો છે. કારણ કે અમે તમામ પશુઓ શહેરની બહાર મોકલી દીધા છે જેથી દૂધ ઉત્પાદન પણ પૂર્ણ રીતે થઈ શકતું નથી. 15 દિવસ પહેલા દૂધ ઉત્પાદન સારું હોવાથી દૂધનો વેચાણ વધુ હતું. પરંતુ છેલ્લા 15 દિવસમાં ઘટાડો થયો છે, હાલના તબક્કે અમે બેરોજગાર બની ગયા છીએ.
ઘરેથી ઢોર પકડવાની કામગીરી: બાપુનગરમાં ભેગા થયેલા માલધારીઓએ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મળતી માહિતી પ્રમાણે હાલમાં છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદમાં ફક્ત 16 જેટલા જ માલધારીઓ પશુઓ રાખવા માટેનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે રજીસ્ટ્રેશન કર્યા વગરના પશુઓની ઘરેથી પકડવાની કામગીરી કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ બાબતે ETV ભારતે CNCDના અધિકારી પ્રતાપસિંહ રાઠોડને ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પ્રતાપસિંહ રાઠોડે ફોન રિસીવ કર્યો ન હતો.