ETV Bharat / state

Makar Sankranti 2022: ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું - Ahmedabad Corona case

આગામી સમયમાં ઉત્તરાયણ તહેવાર(Makar Sankranti 2022) આવી રહ્યો છે. આ પર્વ શાંતિ પૂર્ણ રીતે ઉજવાય તે માટે અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું બહાર(Ahmedabad Police Commissioner's Notification) પાડવામાં આવ્યું છે, જેમાં કેટલીક બાબતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Makar Sankranti 2022: ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

author img

By

Published : Jan 12, 2022, 6:49 PM IST

Updated : Jan 12, 2022, 7:27 PM IST

અમદાવાદઃ શહેર પોલીસ કમિશનરની હકૂમત હેઠળના(Makar Sankranti 2022) સમગ્ર વિસ્તાર માટે તા.14 અને 15/01/2022 ના રોજ ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. સામાન્ય સંજોગોમાં ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે ધાબા, અગાસીઓ તેમજ ખુલ્લા મેદાનોમાં મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાથી કોરોના સંક્રમણ (Ahmedabad Corona case)વધવાની શકયતા રહેલી છે. આથી અમદાવાદ શહેરમાં હાલમાં પ્રવર્તમાન કોરોનાની (Ahmedabad Police Commissioner's Notification) પરિસ્થિતી ધ્યાને લેતાં તા.11/01/2022 થી તા.17/01/2022 સુધી કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સલામતિ સાચવવા પોલીસ કમિશનર (Ahmedabad City Police)સંજય શ્રીવાસ્તવ દ્વારા કેટલાક નિયંત્રણો અધિસૂચિત કરવામાં આવ્યા છે.

પોલીસ કમિશનરનું જાહેરનામું

લોકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું

જેમાં કોઈપણ જાહેર સ્થળો,ખુલ્લા મેદાનો રસ્તાઓ વગેરે પર એકત્રિત થઇ શકાશે નહી તેમજ પતંગ ચગાવી શકશે નહી. પ્રવર્તમાન મહામારીની પરિસ્થિતીમાં ઉત્તરાયણનો તહેવાર પોતાના પરિવારના નજીકના સભ્યો (Close family members only) સાથે જ ઉજવવામાં આવે તે સલાહ ભર્યું છે. માસ્ક વિના કોઈપણ વ્યકિત મકાન, ફલેટના ધાબા, અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાના હેતુથી એકત્રિત થઈ શકશે નહી. ત્યાં ઉપસ્થિત લોકોએ સોશીયલ ડીસ્ટન્સનું પાલન અને સેનેટાઈઝરની વ્યવસ્થા ફરજીયાત પણે કરવાની રહેશે.

રહીશ સીવાયની કોઈપણ વ્યકિતને પ્રવેશ આપવાનો રહેશે નહી

મકાન, ફલેટના ધાબા, અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહીશ સીવાયની કોઈપણ વ્યકિતને પ્રવેશ આપવાનો રહેશે નહી. ફ્લેટ/રહેણાંક સોસાયટી સબંધિત કોઈપણ સુચનાઓના ભંગ બદલ સોસાયટી, ફલેટના સેક્રેટરી, અધિકૃત વ્યકિતઓ જવાબદાર રહેશે અને તેઓ વિરૂધ્ધ નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મકાન,ફલેટના ધાબા, અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવા પર પ્રતિબંધ રહેશે. મકાન, ફ્લેટના ધાબા, અગાસી કે સોસાયટીના મેદાનમાં લાઉડ સ્પીકર, ડી.જે. અથવા કોઈપણ પ્રકારની મ્યુઝીક સીસ્ટમ વગાડવાથી ભીડ એકત્રિત થવાથી સોશીયલ ડીસ્ટન્સનો ભંગ થવાની તેમજ કોરોના તૃસંક્રમણ વધવાની શકયતા હોવાથી લાઉડ સ્પીકર, ડી.જે. તેમજ મ્યુઝીક સીસ્ટમનો ઉપયોગ પ્રતિબંધિત, 65 વર્ષથી વધુ વયના વયસ્ક વ્યકિતઓ, અન્ય રોગોથી પીડીત વ્યકિતઓ, સગર્ભા સ્ત્રીઓ અને 10 વર્ષથી ઓછી વયના વ્યકિતઓ ધરે રહે તે સલાહભર્યુ છે. કોઈપણ વ્યકિત જાહેર જનતાની લાગણી દુભાય તેમજ સુલેહ શાંતિનો ભંગ થાય તેવા કોઈપણ પ્રકારના લખાણો, સ્લોગન, ચિત્રો પતંગ પર લખી શકશે નહી.

આ પણ વાંચોઃ અમદાવાદની પતંગ બજારમાં 60 ટકા ગ્રાહકોમાં થયો ધટાડો, વેપારીઓની હાલત થઇ કફોડી

પ્રતિબંધીત વસ્તુંનો ઉપયોગના કરવો

સુપ્રિમ કોર્ટ, હાઈકોર્ટ તથા NGT ની સુચનાઓ અન્વયે ચાઈનીઝ સ્કાયલેન્ટર્ન, ચાઈનીઝ તુકકલ, સ્કાય લેન્ટર્ન, સિન્થેટીક, કાંચ પાયેલા માંઝા,પ્લાસ્ટીક દોરી વિગેરે પ્રતિબંધિત રહેશે. જે વ્યકિતઓ અમદાવાદ શહેરમાં જુદા-જુદા સ્થળોએ આવેલ પતંગ બજાર રાયપુર, ટંકશાળ,નરોડા વિગેરેની મુલાકાત લે ત્યારે કોરોના સબંધી દિશા નિર્દેશોનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે અને વ્યકિતઓની સંખ્યા મર્યાદીત રહે તે માટે પોલીસ કર્મચારીઓને સહકાર આપવાનો રહેશે.

દુભાઈ તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડવા નહીં

આમ જનતાની લાગણી દુભાઈ તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડવા નહીં, લાગણી દુભાય તે રીતે લાઉડ સ્પીકર વગાડવા નહીં, નાયલોન/પાકા સિન્ન્થેટિક મટીરીયલ, કાચ પાયેલા તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન-બાયોડિગ્રેડેબલ હોય તેવા ચાઈનીઝ માંઝા, ચાઇનીઝ તુક્કલના ઉત્પાદન, આયાત, ખરીદ, વેચાણ , સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર, ચાઇનીઝના દોરાના ઉપયોગ કરી પતંગ ઉડાડવા નહીં. ચાઇનીઝ તુક્કલ ઉડાડવા નહીં. કોઈપણ વ્યક્તિએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ ,રસ્તા,ફુટપાથ તેમજ ભયજનક મકાન, ધાબા પર પતંગ ઉડાડવા નહીં તેમજ કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડાઓ,વાંસના બંબૂઓ, લોખંડના કે કોઈપણ ધાતુના તારના લંગર બનાવી શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ ઉપર દોડાદોડી કરવી નહીં. તથા કોઇપણ વ્યક્તિઓ દ્વારા જાહેર રસ્તા ઉપર પશુઓને ઘાસચારો નાખી ટ્રાફિકને અડચણરૂપ થવું નહીં. સરકારની કોવિડ ગાઇડલાઇનનો ભંગ થાય રીતે પતંગ ઉડાડવા નહીં.

આ જાહેરનામાનો ભંગ કરનાર તથા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે તેમ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું છે.

આ પણ વાંચોઃ Uttarayan 2022 Gujarat: મકરસંક્રાતિ દાન પુણ્યનો દિવસ, દરેક રાશિના જાતકોએ કરવું જોઈએ દાન

Last Updated : Jan 12, 2022, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.