ETV Bharat / state

મેજર જનરલ મોહિત વાધવાએ ગોલ્ડન કટાર ડિવિઝનના કમાન્ડ તરીકે કાર્યભાર સંભાળ્યો

મેજર જનરલ(Major General) મોહિત વાધવાએ 18 ઓક્ટોબર 2021ના રોજ દક્ષિણ રાજસ્થાન અને ગુજરાતમાં પાકિસ્તાન સાથે ભારતની સરહદને સલામત રાખવા માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગોલ્ડન કટાર ડિવિઝન(Golden Dagger Division)ના સંચાલનની જવાબદારી સંભાળી છે.

મેજર જનરલ મોહિત વાધવાએ ગોલ્ડન કટાર ડિવિઝનના કમાન્ડ તરીકે કાર્યભાર સંભાળ્યો
મેજર જનરલ મોહિત વાધવાએ ગોલ્ડન કટાર ડિવિઝનના કમાન્ડ તરીકે કાર્યભાર સંભાળ્યો
author img

By

Published : Oct 19, 2021, 10:15 AM IST

  • મેજર જનરલે ગોલ્ડન કટાર ડિવિઝનનો સાંભળ્યો ચાર્જ
  • કમાન્ડ, સ્ટાફ અને ઇન્સ્ટ્રક્શનલ નિયુક્તિઓ પર આપી ચુક્યા છે સેવા
  • રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિના બોડીગાર્ડ સાથે પણ સેવા

અમદાવાદઃ જનરલ વાધવા(Mohit Wadhwa)એ ત્રણ દાયકા કરતાં લાંબી તેમની વિશિષ્ટ કારકિર્દી દરમિયાન લગભગ સમ્રગ દેશમાં અને વિદેશમાં વિવિધ પ્રદેશો તેમજ વિસ્તારોમાં કમાન્ડ, સ્ટાફ અને ઇન્સ્ટ્રક્શનલ(Command, staff) નિયુક્તિઓ પર સેવા આપી છે. તેમના કમાન્ડ તરીકેના કાર્યકાળમાં પ્રતિષ્ઠિત 5 સશસ્ત્ર રેજિમેન્ટ અને સ્ટ્રાઈક કોરના ભાગરૂપે સશસ્ત્ર બ્રિગેડને કમાન્ડ(Command the armed brigade) કરવાનું શામેલ છે.

રાષ્ટ્રના વિવિધ વિભાગોમાં કાર્યરત હતા

આ ઉપરાંત સ્ટાફ નિયુક્તિમાં સ્વતંત્ર સશસ્ત્ર બ્રિગેડની સીએરા લિઓન, GSO-3, આસિસ્ટન્ટ મિલિટરી સચિવ, બોત્સવાના સંરક્ષણ દળોના નાણાકીય સલાહકાર, સશસ્ત્ર વિભાગના કોલોનલ જનરલ સ્ટાફ, ભટિંડા સ્થિત કોરના બ્રિગેડિયર જનરલ સ્ટાફ અને પૂણે ખાતે નાયબ મિલિટરી સચિવ તરીકેની સેવાઓંમાં શામેલ છે. તેઓ વેલિંગ્ટનમાં પ્રતિષ્ઠિત સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી ચુક્યા છે અને રાષ્ટ્રપતિ ભવન(Rashtrapati Bhavan) ખાતે રાષ્ટ્રપતિના બોડીગાર્ડ(President's bodyguard) સાથે પણ સેવા આપી ચુક્યા છે.

પત્ની મોનિકા વાધવા પણ સામાજીક સેવા સાથે જોડાયેલા હોય છે
જનરલ વાધવાને તેમની કારકિર્દી દરમિયાન તેમના પ્રોફેશનલીઝમના કારણે અનેક પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા છે. સારું બૌદ્ધિકચાતુર્ય ધરાવતા જનરલ ઓફિસર ઓપરેશનલ કળા અને દાવપેચ યુદ્ધમાં પારંગત છે. સાથે સાથે તેમના પત્ની મોનિકા વાધવાએ પણ પરિવાર કલ્યાણ સંગઠન વિભાગના ચેરપર્સન તરીકે હોદ્દો સંભાળ્યો હતો, જેઓ એક શિક્ષકવિદ છે અને સામાજિક સેવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે.

આ પણ વાંચોઃ સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે જમ્મુ પ્રવાસે આર્મી ચીફ

આ પણ વાંચોઃ ગુજરાતમાં બનાવવામાં આવેલી K9 વજ્ર તોપ ભારત ચીન બોર્ડર પર તૈનાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.