અમદાવાદ: મહારાષ્ટ્રના લિકર શોપના માલિકોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં લિકર શોપના માલિકોએ ગુજરાત પોલીસ ઉપર હેરાન પરેશાન કરતા હોવાના આરોપ લગાવ્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં મહારાષ્ટ્ર એસોસિએશન ઓફ પ્રોગ્રેસીવ રીટેલ લીકર વેન્ડર્સ વતી તેમના પ્રેસિડેન્ટ અરવિંદ મુશ્કિલ દ્વારા આ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવી છે.
ગુજરાતમાં પ્રવેશ: જે આ અરજી કરવામાં આવી છે. તેમાં મુંબઈ, થાણે,પાલઘર અને અન્ય જિલ્લાના માન્ય લાયસન્સ ધારક લિકર શોપના માલિકો દ્વારા ગુજરાત પોલીસ વિરુદ્ધ આ અરજી કરવામાં આવી છે. અરજદાર દ્વારા હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કે ગુજરાતમાં દારૂના ગેરકાયદેસર પરિવહન માટે પકડાયેલા લોકોના નિવેદનના આધારે ગુજરાત પોલીસ પ્રોસીબેશન એક્ટ 1949 હેઠળ માન્ય લાયસન્સ ધરાવતા વાઇન શોપના માલિકોને ફસાવે છે. જ્યારે પણ દારૂ અને શરાબની બોટલો સાથે કોઈ ગુજરાતમાં પ્રવેશ કરે છે. ત્યારે અમારી વિરુદ્ધ એફઆઇઆર કરીને અમને હેરાનગતિ કરવામાં આવે છે.
કોર્ટમાં બેલ: જે પણ લોકો પાસેથી દારૂ પકડાય છે. તે લોકોના નિવેદનના આધારે ફક્ત ને ફક્ત અમારા લિકર શોપના માલિકોની ધરપકડ કરવામાં આવે છે. લિકર શોપના માલિકોને સીઆરપીસીની કલમ 41 એ અંતર્ગત નોટિસ પાઠવીને એફઆઇઆર કરવામાં આવે છે.આના કારણે લિકર શોપના માલિકોને કોર્ટ કેસનો પણ ભોગ બનવું પડે છે. એટલું જ નહીં કોર્ટમાં બેલ માટે પણ અરજી કરવી પડે છે. આ તમામ વિગતોનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ખોટી રીતે દખલગીરી: માન્ય લાયસન્સ ધરાવતા વાઇન શોપના માલિકોને પણ ગુજરાત પોલીસ ફસાવી રહી છે. તેઓ પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આવા કેસોના કારણે માલિકોને ફાઇનાન્સિયલ લોસ પણ ઉઠાવો પડે છે. એટલું જ નહીં અત્યાર સુધીમાં જેટલી પણ આવી એફઆઈઆર થઈ છે. તેની વિગતો પણ અરજીમાં મૂકવામાં આવી છે. અત્રે મહત્વનું છે કે લાયસન્સ ધારક દુકાનદારો પાસેથી શરાબ વેચવો ગેરકાયદેસર નથી. આ કામ એક્સાઈઝ ડિપાર્ટમેન્ટનું હોવાથી પોલીસ તેમાં ખોટી રીતે દખલગીરી કરી રહી છે.
તમામ વિગતો પિટિશનમાં: અરજદારો દ્વારા અરજીમાં આ કાર્યવાહીને ગેર બંધારણીય હકો વિરુદ્ધ અને ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 ના શિક્ષણ 482 મુજબ ઉલ્લેખ કરીને તમામ વિગતો પિટિશનમાં મૂકવામાં આવી છે. આ સમગ્ર મામલે હાઇકોર્ટે રાજ્ય સરકાર ,ડીજીપી રાજકોટ, સુરત અમદાવાદ તેમજ રાજકોટના પોલીસ કમિશનરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે વધુ સુનવણી તારીખ 7 જુલાઈના રોજ હાથ ધરાશે.