ETV Bharat / state

મહારાષ્ટ્ર હ્યુમન ટ્રાફિકિંગનું નીકળ્યું અમદાવાદ કનેક્શન, રેલવે સ્ટેશનની બહાર એક વ્યક્તિ આપી ગયો હતો બાળક - wardha police station

મહારાષ્ટ્રમાં હ્યુમન ટ્રાફિકિંગ મામલે ઝડપાયેલા 2 આરોપીની પૂછપરછમાં (Ahmedabad Police Human Trafficking Investigation) અમદાવાદ કનેક્શન સામે આવ્યું છે. આ આરોપીઓને અમદાવાદ રેલવે સ્ટેશનની (Kalupur Railway Station) બહાર એક વ્યક્તિ બાળક આપીને જતો રહ્યો હતો. ત્યારે હવે કાલુપુર પોલીસે (Kalupur Police Station) આ મામલે તપાસ શરૂ કરી છે.

મહારાષ્ટ્ર હ્યુમન ટ્રાફિકિંગનું નીકળ્યું અમદાવાદ કનેક્શન, રેલવે સ્ટેશનની એક વ્યક્તિ આપી ગયો હતો બાળક

author img

By

Published : Dec 28, 2022, 10:42 AM IST

Updated : Dec 28, 2022, 5:40 PM IST

3 માસની બાળકની તસ્કરી મામલે પોલીસનું નિવદેન

અમદાવાદ : શહેરમાં ફરી એકવાર માનવ તસ્કરીનો કિસ્સો સામે આવ્યો છે. મહારાષ્ટ્રમાં નાગપુરની વર્ધા પોલીસે (wardha police station) થોડા દિવસ પહેલા 2 લોકોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી એક બાળક પણ મળી આવ્યું હતું. ત્યારે પોલીસે આ મામલે પૂછપરછ કરતાં આરોપીઓએ જણાવ્યું હતું કે, તેમને આ બાળક અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની (Kalupur Railway Station) સામેથી એક વ્યક્તિ આપી ગયો હતો. તે વ્યક્તિએ બાળકને વિજયવાડા પહોંચાડવા સોંપ્યું હતું. મહિલા અને પુરુષ આશરે બેથી ત્રણ મહિનાના બાળક સાથે મળી આવતા તેઓને પૂછતા તેઓના નામ ચંદ્રકાન્ત મોહન પટેલ અને દ્રોપદી રાજા મેશ્રામ હોવાનું જણાવ્યું હતું. (Kalupur Railway Station Child Trafficking)

આરોપી પાસે મુદ્દામાલ જપ્ત વધુ તપાસ કરતા તેમની પાસેથી અમદાવાદથી વિજયવાડાની રેલ પ્રવાસની ટિકિટ મળી આવી હતી. તેમના મોબાઈલ ફોન જપ્ત કરીને whatsapp ચેક કરતા કોલ રેકોર્ડ પરથી જાણવા મળ્યું હતું કે, આ નવજાત બાળકને અમદાવાદ રેલવે સ્ટેશન સામેના રોડ પરથી કૃણાલ નામના વ્યક્તિ દ્વારા ચંદ્રકાંત પટેલના કબજામાં વિજયવાડા પહોંચાડવા માટે આપવામાં આવ્યું હતું. જેના બદલે તેને 5000 રોકડ રકમ આપવામાં આવી હતી. જે આરોપી પાસેથી પોલીસે 3,000 રોકડ રકમ, રેલવેની ટિકિટ અને મોબાઈલ ફોન કબજે કર્યો હતો. (Ahmedabad Crime News)

પોલીસે અમદાવાદ ફરિયાદ ટ્રાન્સફર કરી આ સમગ્ર મામલે મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલા વર્ધા પોલીસ દ્વારા IPCની કલમ 370 મુજબ માનવ ટાસ્ક્રીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે સમગ્ર બાબત અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન બહાર બની હોય જેથી આ ઘટનાને મહારાષ્ટ્ર પોલીસે અમદાવાદ પોલીસનો સંપર્ક કરી કાલુપુર પોલીસ મથકે ફરિયાદ ટ્રાન્સફર કરી છે. પકડાયેલા બંને આરોપીઓને કાલુપુર પોલીસને સોંપવામાં આવ્યા છે. મહત્વનું છે કે કાલુપુર પોલીસે બંને આરોપીઓને ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. (3 month baby Trafficking in Ahmedabad)

આ પણ વાંચો ખાખીને સલામ, બાળકીને તસ્કરીમાંથી બચાવી પરિવાર સાથે કરાવ્યું મિલન

ચોંકાવનારો ખુલાસો પોલીસની પ્રાથમિક તપાસમાં આ બાળકના માતા પિતાએ જ તેને એક વ્યક્તિને વેચી દીધો હોવાનું આરોપીઓ જણાવ્યું હતું. કુણાલ નામના વ્યક્તિ મારફતે આ બાળકને મહારાષ્ટ્ર થકી વિજયવાડામાં એક દંપતીને આપવામાં આવવાનું કબુલ્યું હતું. જોકે આ ઘટનાને લઈને પોલીસે પકડાયેલા બંને આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી છે. હાલ તો મળી આવેલા બાળકને મહારાષ્ટ્રમાં બાળ સંરક્ષણ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આરોપીઓ એકબીજાને ઓળખતા પણ ન હોવાનું જણાવી રહ્યા છે, ત્યારે તેઓ બંને બાળકના માતા પિતાની ઓળખ આપીને રેલવેમાં પ્રવાસી કરતા આવવાનું સામે આવતા પોલીસે બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અંગેની પૂછપરછ હાથ ધરી છે.(Kalupur Railway Station)

આ પણ વાંચો દિલ્હીથી આઠ દિવસના બાળકની તસ્કરી કરતું દંપતિ વડોદરા રેલવે સ્ટેશન પરથી ઝડપાયું

પોલીસ કડકમાં કડક તપાસ હાથ ધરી માત્ર 3 માસના બાળકની તસ્કરીનો કિસ્સો નોંધાતા પોલીસે બંને આરોપીઓને પકડીને તેના મોબાઈલ ફોન સહિતની વિગતો અને કોલ ડીટેલ કઢાવવાની પ્રક્રિયા તેજ કરી છે, ત્યારે આ સમગ્ર મામલે આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસાઓ સામે આવી શકે છે. આ ઘટનાને લઈને આરોપીઓની સામે કડકમાં કડક પગલાં લેવાય તે પ્રકારની તજવીજ કાલુપુર પોલીસ સ્ટેશન શરૂ કરી છે. જોકે આરોપીઓ દ્વારા અગાઉ કોઈ માનવ તસ્કરી કે બાળ તસ્કરી કરવામાં આવી છે કે કેમ તે બાબતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.(maharashtra human trafficking case ahmedabad)

Last Updated : Dec 28, 2022, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.