ETV Bharat / state

અમદાવાદઃ 35 વિઘા જમીન વિવાદમાં મહંત કૃપાશરણ ગોસ્વામીનો નાટકીય અપહરણ બાદ છુટકારો, પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ઘુમા ખાતેથી બુધવારે સાંજે આશ્રમની કરોડો રૂપિયાની 35 વિઘા જમીનના વિવાદમાં મહંત કૃપાશરણ ગોસ્વામીનો નાટકીય અપહરણ બાદ છુટકારો થયો હતો. આ બનાવ અંગે મહંતના પાડોશી તુલસીભાઈ પટેલે બનાવની જાણ બોપલ પોલીસને કરી હતી. પોલીસ હાલમાં રિક્ષામાં બેસી ઘરે પરત ફરેલા મહંતની પૂછપરછ હાથ ધરી છે.

xz
xz
author img

By

Published : Dec 24, 2020, 6:46 AM IST

  • અમદાવાદ જમીન વિવાદમાં મહંત કૃપાશરણ ગોસ્વામીનો નાટકીય અપહરણ બાદ છુટકારો
  • ઘરની બહારથી બોલેરો લઈ આવેલા કેટલાક શખ્સો અપહરણ કરી લઈ ગયા હતા
  • અપહરણ કર્યાના ફોટા પાડી છોડી દીધા
  • પોલીસે આ અંગે તપાસ હાથ ધરી

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ઘુમા ખાતેથી બુધવારે સાંજે આશ્રમની કરોડો રૂપિયાની 35 વિઘા જમીનના વિવાદમાં મહંત કૃપાશરણ ગોસ્વામીનો નાટકીય અપહરણ બાદ છુટકારો થયો હતો. આ બનાવ અંગે મહંતના પાડોશી તુલસીભાઈ પટેલે બનાવની જાણ બોપલ પોલીસને કરી હતી. પોલીસ હાલમાં રિક્ષામાં બેસી ઘરે પરત ફરેલા મહંતની પૂછપરછ હાથ ધરી છે.

બોપલ પોલીસે તુલસીભાઈ વેરાભાઈ પટેલની ફરિયાદના આધારે મહંતના અપહરણ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસને મળેલી વિગત મુજબ મહંત કૃપાશરણ ગોસ્વામી બુધવારની સાંજે ઘરની બહાર પાસે ઓટલા પર બેઠા હતા. તે સમયે સફેદ કલરની બોલેરો જેવી જીપ આવી હતી. જીપમાંથી ઉતરેલા બે શખ્સ મહંત કૃપાશરણનો હાથ પકડી બળજબરીપૂર્વક તેઓને જીપમાં બેસાડી દીધા હતા. ઘટનાને નજરે જોનાર પડોશી તુલસીભાઈએ બુમાબુમ કરી અને જીપ પાછળ દોડ્યા હતા. જોકે જીપ લઈને આવેલા શખ્સો મહંતનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા.

આશ્રમની 35 વિઘા જમીનનો મામલો

અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી કે.ટી. કામરીયાએ જણાવ્યું હતું કે, કબીર મંદિરના મહંત કૃપાશરણ ગોસ્વામીના અપહરણ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. કૃપાશરણ ગોસ્વામીને આશ્રમની 35 વિઘા જમીન હડપી લેવા માટે કેટલાક લેભાગુ તત્વો પરેશાન કરતા હતા. કૃપાશરણની ખોટી સહીઓ કરેલા જમીનના ખોટા બાનાખત ઉભા કરી જમીન હડપવાના પ્રયાસ અંગે બે થી ત્રણ ફરિયાદ અગાઉ દાખલ થયેલી હતી. બીજી તરફ રાત્રે 9.30 વાગ્યે મહંત રિક્ષામાં બેસી ઘરે આવી ગયા હતા. તેમના કહેવા મુજબ આરોપીઓએ તેઓનું અપહરણ કરી ફોટા પાડ્યા બાદ જવા દીધા હતા. આ અંગે મહંતની પૂછપરછ કરી વધુ વિગતો મેળવવાનો અમારો પ્રયાસ ચાલુ છે.

પોલીસે આ મામલે ટીમો તૈયાર કરી તપાસ હાથ ધરી

ગાડીનો નંબર અને લોકેશન મેળવવા માટે પ્રયાસ કર્યા હતા. પોલીસે અગાઉ જે લોકો વિરૂદ્ધ આ જમીન મામલે ગુના દાખલ કર્યા છે તે આરોપીઓની તપાસ અને પૂછપરછ કરી હતી. અપહરણ બાદ મહંત કૃપાશરણનો ફોન પણ બંધ આવી રહ્યો હતો. પોલીસને અપહરણ જમીન વિવાદમાં થયાની પાક્કી શંકા હતી. તે દરમિયાન મહંત ઘરે પરત ફરતા પોલીસે રાહતનો દમ લીધો હતો. જોકે આ નાટકીય અપહરણનો ભેદ ખોલવા પોલીસે મહંત કૃપાશરણની પૂછપરછ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.