અમદાવાદ : દેશમાં મેડિકલ વિભાગ દ્વારા અવનવી પદ્ધતિથી સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દ્વારા પણ પ્રથમ લંગ ઇન્ટેગ્રેટિવ મેનેજમેન્ટ એન્ડ ઇ વેલ્યુએશન યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. જેની પહેલી સર્જરી પણ સીમ્સ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે. આ સુવિધાથી હવે ફેફસાંના તમામ પ્રકારના દર્દમાંથી દર્દીને રાહત મળશે.
આ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામની સફળતા છે. ગુજરાતનો સૌપ્રથમ દ્વીપક્ષીય લંગ ટ્રાન્સપ્લાન્ટ હાથ ધરવામાં આવ્યું છે. આ લંગ ટ્રાન્સપ્લાન્ટની સર્જરી ખૂબ જ જટિલ હોય છે. આઈએલડીસી , ઓપીડી અને હાઇપર ટેન્શન સહિતના ફેફસાં ગંભીર રોગોથી પીડાતા દર્દીઓ માટે ફેફસાંનું પ્રત્યારોપણ એકમાત્ર આશા હોય છે. આ દરમિયાન દર્દીને ઉપચાર સાથે કોઈપણ પ્રકારની તબિયત ન બગડે તેનું પણ ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. ફેફસાંના રોગ ખૂબ જ ગંભીર પ્રકારની બીમારી હોય છે...ડોક્ટર ધીરેન શાહ
ફેફસાં ખરાબ થવાના કેસ વધ્યાં છે : તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફેફસાંના રોગ પહેલા ઉંમરલાયક વ્યક્તિઓને જોવા મળતા હતાં. પરંતુ આજના સમયની અંદર 25 વર્ષથી 30 વર્ષના સમયગાળામાં પણ આ જ પ્રકારના કેસ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. જે ખરેખર ચિંતાનો વિષય કહી શકાય છે. કારણ કે આજનો યુવાન ખૂબ જ વ્યસ્ત પણ જોવા મળી રહ્યો છે. જેના કારણે ફેફસાં ખરાબ થવાના કેસ ખૂબ જ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. હાલમાં પણ અમારી પાસે મેરિંગો સીમ્સ હોસ્પિટલમાં છ જેટલા દર્દીઓ હાલમાં પણ પેન્ડીગ જોવા મળી રહ્યા છે. જેમની સારવાર આગામી સમયમાં કરવામાં આવશે.
ફેફસાંના રોગની ગંભીરતા : ફેફસાંનો ફાઈબ્રોસીસ નામનો ફેફસાંમાં થતો રોગ ખૂબ જ ગંભીર માનવામાં આવે છે. ફેફસાના આ રોગના લક્ષણો શ્વાસ ચડવો સૂકી ખાંસી આવવી જેવા જોવા મળે છે. ધીમે ધીમે આ રોગ વધે તો દર્દી પોતાની જાતે કોઈ પણ પ્રકારનું કામ કરી શકતા નથી કે પોતે ખુદ પોતાના પગે પણ ઉભા રહી શકતા નથી. આ રોગમાં ઓપરેશન સર્જરી અને રીકવરીમાં પણ લાંબો સમય લાગતો હોય છે. દર્દીની પોસ્ટ ઓપરેટિવ કેર પણ ઘણી રાખવી પડતી હોય છે. થોડા સમય પહેલાં અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારનું બાયલેટરલ લંગ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન ઓપરેશન કરવામાં આવ્યું હતું.