ETV Bharat / state

Organ donation at Ahmedabad Civil Hospital: બોટાદના 60 વર્ષના લવજીભાઇના અંગદાનથી બીજા દર્દીના જીવનમાં પ્રકાશ ફેલાશે

મૃત્યુ બાદ પણ જીવંત રહેવું હોય કે અમર થવું હોય તો તે અંગદાન થકી જ શક્ય છે. મૃત્યુ બાદ શરીર પંચમહાભૂતમાં વિલીન થઇ જાય છે, પરંતુ બ્રેઇનડેડ-મૃત(Brain Dead Patient in Gujarat) શરીરના અંગોનું દાન કરવામાં આવે તો અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિના જીવનમાં ઉજાસ પથરાય છે. ત્યારે બોટાદના બ્રેઇનડેડ લવજીભાઇના પરિવારજનોએ(Botad Organ donation) આ જ વિચારને કેન્દ્રમાં રાખીને તેમના અંગોનું દાન(Organ donation at Ahmedabad Civil Hospital) કર્યું છે.

Organ donation at Ahmedabad Civil Hospital: બોટાદના 60 વર્ષના લવજીભાઇના અંગદાનથી બીજા દર્દીના જીવનમાં પ્રકાશ ફેલાશે
Organ donation at Ahmedabad Civil Hospital: બોટાદના 60 વર્ષના લવજીભાઇના અંગદાનથી બીજા દર્દીના જીવનમાં પ્રકાશ ફેલાશે
author img

By

Published : Dec 8, 2021, 9:24 AM IST

  • 60 વર્ષના લવજીભાઇના અંગદાનથી દર્દીને મળશે નવું જીવન
  • 2 કિડની અને એક લીવરનું અંગદાન કર્યું
  • છેલ્લા 11 મહિનામાં અંગદાનથી 57 લોકોના જીવ બચ્યા

અમદાવાદ: બોટાદના 60 વર્ષના લવજીભાઇ છેલ્લા દોઢ મહિનાથી શરીરના વિવિધ અવયવોની તકલીફથી પીડાઇ રહ્યા હતા. તેમને એકાએક ઝાડા અને ઉલ્ટી પણ થવા લાગી, જેથી તેમના પરિવારજનો સારવાર અર્થે લીમડીની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા પરંતુ પરિસ્થિતિ વધુ ગંભીર બનતા તબીબોએ તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં(Ahmedabad Civil Hospital) સારવાર અર્થે લઇ જવા કહ્યું હતું.

પરિવારને અંગદાન વિશે જાગૃત કરવામાં આવ્યો

પરિવારજનો લવજીભાઇને 27મી નવેમ્બરના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવ્યા હતા, જ્યાં 5મી ડિસેમ્બરના રોજ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયુ. હોસ્પિટલના તબીબો દ્વારા તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા સિવિલ હોસ્પિટલની SOTTOની(State Organ And Tissue Transplant Organization) ટીમ દ્વારા પરિવારજનોને અંગદાન(Organ Donation in Gujarat) સંદર્ભે સમજૂતી આપીને જાગૃત કરવામાં આવ્યા હતા.

1 લીવર અને 2 કિડનીનું દાન કર્યું

લવજીભાઇના પરિવારજનોએ પણ આ પવિત્ર અંગદાનનું(Botad Organ donation) મહાદાન કરવાની સંમતિ દર્શાવતા તેમનું એપ્નીયા ટેસ્ટ કરવામાં આવ્યું. જે જરૂરી માપદંડમાં બંધ બેસતા 6મી ડિસેમ્બરના રોજ લવજીભાઇના અંગોનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. લવજીભાઇના 1 લીવર અને 2 કિડનીનું દાન મળ્યું છે, જેનું જરૂરિયાતમંદ દર્દીના શરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. આ દાન દ્નારા દર્દીના જીવનમાં હવે ઉજાસ પથરાશે.

71 અંગોથી 57 લોકોના જીવ બચાવવામાં આવ્યા

આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં થયેલા 21માં અંગદાન સહિતની વિગતો આપતા સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની(Organ donation at Ahmedabad Civil Hospital) પ્રવૃત્તિ વેગ પકડી રહી છે. "છેલ્લાં 11 મહિનામાં સિવિલ હોસ્પિટલમાં 21 લોકોના શરીરમાંથી મેળવેલા જુદા જુદા 71 અંગથી 57 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. હવે લોકોમાં અંગદાન પ્રત્યેની જાગૃતતામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે, જેના પરિણામસ્વરૂપ અમદાવાદ શહેર અને રાજ્યમાં અંગદાનની પ્રવૃતિઓ વેગવંતી બની છે."

સરકાર દ્વારા જરૂરી સાધન-સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવે છે

ડૉ. રાકેશ જોષીએ કહ્યું કે, "અંગદાનના રીટ્રાવલ અને ત્યારબાદ તેના પ્રત્યારોપણ માટે પૂરતી જરૂરી સાધન-સામગ્રી અને સુવિધાઓ રાજ્યના આરોગ્ય પ્રધાન અને સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેના કારણે અંગદાનના રીટ્રાવલ અને પ્રત્યારોપણના સફળતાના પ્રમાણમાં પણ વધારો થયો છે, જે માટે અમારી સિવિલ હોસ્પિટલ અને SOTTOની ટીમ આરોગ્ય પ્રધાન(ministry of health in gujarat) ઋષિકેશભાઇ પટેલ અને સરકારની આભારી છે."

આ પણ વાંચોઃ Blood Donation Camp in Valsad: ધરમપુરમાં એક સાથે 25 લોકોએ દેહદાન અને અંગદાનનો સંકલ્પ કરી રચ્યો ઈતિહાસ

આ પણ વાંચોઃ organ donation in Vadodara: દિકરીના મૃત્યુ બાદ તેનું અંગદાન કરવા માટે પરિવાર આગળ આવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.