અમદાવાદ: દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદના જમાલપુરથી નીકળે છે. ત્યારે આજ ભગવાન જગન્નાથ 15 દિવસ મામા ઘરે પરત ફર્યા હતા. જેના સંદર્ભે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. આજના સમગ્ર કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલ સાથે મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ કોઈ કારણસર હાજર રહી શક્યા નહોતા.
બે દિવસ સુધી રહેશે આંખે પાટા: મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથ આજે 15 દિવસ તેમના મોસાળમાંથી મંદિર પરત આવ્યા છે. તેમની નેત્રોત્સવ વિધિ પૂર્ણ કરી તેમને ગર્ભ ગૃહમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. સાથે જ દેશભરમાંથી આવેલા સાધુ સંતો માટે આ જ ભંડારાનું પણ આયોજન આવ્યું છે માલપુવા અને ગાંઠિયાનો પ્રસાદ પણ જે પણ શ્રદ્ધાળુ અહીંયા આવે છે. તેમને આપવામાં આવે છે.
![સાધુ સંતોના ભંડારાનું આયોજન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-06-2023/gj-ahd-02-jagnnath-netrotsav-video-story-7210819_18062023111029_1806f_1687066829_629.jpg)
ભગવાનને કેમ બંધાય છે આંખે પાટા: ભગવાન જગન્નાથની જળયાત્રા પૂર્ણ કર્યા બાદ 15 દિવસ તેમના મોસાળ સરસપુર પહોંચ્યા હતા. આજ ભગવાન પોતાના ગૃભ ગૃહમાં પ્રવેશ તે પહેલાં નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. જેમાં ભગવાનની નેત્રોત્સવ વિધિ પૂર્ણ કર્યા બાદ આંખે પાટા બાંધવામાં આવ્યા હતા. પૌરાણિક વાત અનુસાર કહેવાય છે કે ભગવાન જગન્નાથ 15 દિવસ ખૂબ લાડ લડવામાં આવે છે. તમને ભાવતા બોજન પીરસવામાં આવે છે. જેના કારણે તેમને આંખ આવી હોય છે. જેના સંદર્ભે ગૃહમાં પ્રવેશ પહેલા તેમને નેત્રોત્સવ વિધિ કરી આંખે પાટા બાંધવામાં આવે છે. જે પાટા હવે અષાઢી બીજના રોજ ખોલવામાં આવશે.
![ધ્વજારોહણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-06-2023/gj-ahd-02-jagnnath-netrotsav-video-story-7210819_18062023111029_1806f_1687066829_774.jpg)
બે દિવસ માટે મંદિર બહાર VIP બંદોબસ્ત: ઉલ્લેખનીય ભગવાન જગન્નાથ મંદિરમાંથી નીકળતી રથયાત્રા એ દેશની બીજા નંબરની સૌથી મોટી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા ગણવામાં આવે છે. જેના સંદર્ભે સમગ્ર 21 કિમી લાંબા રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.સાથે મંદિર બહાર પણ પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. માત્ર ગુજરાત પોલીસ જ નહીં પણ બહારના રાજ્યની પોલીસ સાથે સેન્ટ્રલ પોલીસ ફોર્સ પણ બોલવામાં આવી છે.