અમદાવાદ : આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પહેલી વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી. જેમાં પાંચ બેઠક ઉપર વિજય મેળવી વિધાનસભામાં પહેલી વખત પ્રવેશ મેળવ્યો હતો. આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી પણ બની હતી. આ વખતે ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી લડે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. જેને લઇને ગુજરાતના નેતાઓએ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ અને ભગવત માન સાથે બેઠક યોજી હતી.
કેજરીવાલ આવશે ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ મહાપ્રધાન સાગર રબારીએ ETV BHARAT સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, આવનારા સમયમાં લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. તેની રણનીતિને ભાગે બેઠક યોજાઇ હતી અને સાથે જ કેજરીવાલને ગુજરાત આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી અને ખેડૂતો પણ પોતાના વ્યવસાયમાં વ્યસ્ત હોવાને કારણે હાલમાં ગુજરાત આવશે નહીં. પરંતુ ઓગસ્ટ મહિનાના અંત ભાગ કે સપ્ટેમ્બરના પ્રથમ 15 દિવસની અંદર ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવત માનની અધ્યક્ષતામાં અરવિંદ કેજરીવાલના નિવાસ્થાને લોકસભા 2024ની ચૂંટણી લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને રણનીતિ પણ યોજવામાં આવી છે. ગુજરાતના તમામ સમીકરણો અને ગુજરાતના મુદ્દાઓને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થઈ હતી. કઈ રીતે સંગઠનને મજબૂત બનાવી શકાય, લોકો સુધી પહોંચીને આમ આદમી પાર્ટીને વિજય અપાવી શકીએ છીએ. તે બાબતની પણ ચર્ચા વિચારણા થઈ હતી.
તમામ બેઠક પર ચૂંટણી લડશે : આમ આદમી પાર્ટી દ્વારા પણ હાલમાં તિરંગા બેઠક છેલ્લા એક મહિનાથી યોજવામાં આવી રહી છે. જેમાં સ્થાનિક લેવલે પાર્ટીને કેવી રીતે વધુ મજબૂત કરી શકાય તેના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. આ બેઠકમાં સ્થાનિક પ્રશ્નો સ્થાનિક પ્રશ્નો નિવારણ કેવી રીતના આવે તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. આવનાર લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ 26 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે.