અમદાવાદ: શહેરમાં દારૂ,જુગાર જેવી અસમાજિક પ્રવૃતિઓ વ્યાપક પ્રમાણમાં ચાલી રહી હતી. જે મામલે PCB દ્વારા છેલ્લા કેટલાય સમયથી લાલ આંખે કાર્યવાહી કરવામાં આવી છે. જેને પગેલેે સ્થાનિક પોલીસ પણ પણ એક્ટીવ થઇ છે અને પોતાની કાર્યવાહી શરુ કરી છે.
- અસામાજિક પ્રવૃતિઓ સામે PCBએ લાલ આંખ કરતા સ્થાનિક પોલીસ થઇ એક્ટીવ
- દારુ અને જુગાર જેવી અસમાજિક પ્રવૃતિઓ સામે પોલીસની લાલ આંખ
- PCB દ્વારા કાર્યવાહી કરવામાં આવી
- PCB દ્વારા છેલ્લા કેટલાય સમયથી કડક કાર્યવાહી
શહેરમાં અનેક વિસ્તારોમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલતી હતી, ત્યારે PCB દ્વારા રોજ અલગ વિસ્તારમાંથી દારૂ અને જુગારધામ પર દરોડા કરવાના શરુ કરવામાં આવ્યા, ત્યારે જે તે વિસ્તારની સ્થાનિક પોલીસ પણ જાગૃત થઇ અને કાર્યવાહી શરુ કરી છે.
શહેરના અનેક વિસ્તારો જેવા કે, શાહીબાગ,માધુપુરા, ગાયકવાડ હવેલી, સરદારનગર, નરોડા, ગોમતીપુર, બાપુનગરમાં સ્થાનિક પોલીસ દ્વારા જ દારૂ અને જુગારધામ પર કાર્યવાહી કરવામાં આવી. એટલે કે, કહી શકાય કે, PCBએ લાલ આંખ કરતા સ્થાનિક પોલીસ એક્ટીવ થઇ.