સોંગદનામામાં પિતા જર્નાધન શર્માએ આક્ષેપ કર્યો હતો કે, "બંને સાધવીઓ દ્વારા બાળકોને અલગ રાખવાનો, ટોર્ચર સહિત અનેક પ્રકારની યાતનાઓ કરવામાં આવતી હતી. જેથી તેમને જામીન આપવામાં ન આવે. પૂજા શ્રોફ અને અન્ય એક આરોપી પણ આ સમગ્ર ષડયત્રમાં સામેલ હોવાનો દાવો કર્યો હતો."
ઉલ્લેખનીય છે કે, 27મી નવેમ્બરના રોજ પોલીસે વધું રિમાન્ડની માગ ન કરતા આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. 27મી નવેમ્બરના રોજ દાખલ કરવામાં આવેલી વચ્ચગાળા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. બંને સંચાલિકા વતી કોર્ટમાં વચ્ચગાળાની જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે, મૂળ રેગ્યુલર જામીન અરજીની સુનાવણી 30મી નવેમ્બરના રોજ નિયત હોઈ કોર્ટે બંનેની વચ્ચગાળાની જામીન અરજી ફગાવી હતી.
નિત્યાનંદના યોગિનીસર્વાજ્ઞપીઠમ આશ્રમમાં 4 બાળકોને ગોંધી રાખવાનો પોલીસે નિત્યાનંદ, પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ વિરૂધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ નોંધાયા બાદ પીડિત પરિવારને ધમકી મળતા હોવાના આક્ષેપ સાથે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી હતી.