ભાજપ સરકાર રાજ્યમાં CAA અને NRCના સમર્થન કરી રહી છે. તેમજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી વિધાનસભા સત્રમાં ઠરાવ પસાર કરવાની તૈયારી કરી છે. ત્યારે મેવાણીએ ભાજપ સરકારને આડે હાથ લેતાં કહ્યું હતું કે, "જે દિવસે વિધાનસભાના સત્રમાં આ ઠારવ પસાર થશે ત્યારે અમે અમદાવાદના એક ડઝન વિસ્તારમાં આ બિલને સળગાવીને હોળી ઉજવીશું.”
વધુમાં તેમણે કહ્યું કે, ”આ કાયદાથી આદિવાસી, લઘુમતી, માછીમાર સહિત આર્થિક રીતે નબળા વર્ગને સૌથી વધારે અસર થશે. CAAમાં મુસ્લિમ સમુદાય સિવાય અન્ય સમુદાયને નાગરીકતા આપવાની જોગવાઈ છે ત્યારે આ કાયદો મતભેદરૂપ સાબિત થશે. આ પ્રકારનો કાયદો લોકતંત્ર માટે હાનિકારક છે. મોદી અને અમિત શાહ જેવા લોકો આવશે અને જશે પરતું આઈડિયા ઓફ ઈન્ડિયા હમેશા કાયમ રહેશે."
મોદીના વડાપ્રધાન મોજી વિશે વાત કરતાં મેવાણીએ કહ્યું હતું કે, "કોઈની નાગરીકતા છીનવી છે તો, વડાપ્રધાન મોદીના 119 એવા મિત્રો છે કે, જેમની પાસે 119 લાખ કરોડ રૂપિયા છે. આ પૈસા લઈ લેવામાં આવે જેથી લોકોને મૂળભૂત અધિકાર મળી રહેશે.”
ઉપરાંત કહ્યું કે, “ આ વિરોધ કોઈપણ રાજકીય દળથી સંકળાયેલા નથી. આ ભાજપ અને હિન્દુસ્તાન વચ્ચેની લડાઈ છે. કેન્દ્ર સરકાર JNUની છબી ખરડાવાનો પ્રયાસ કર્યો છે. જેથી લોકોને તેમની સહાનુભુતિથી વંચિત રાખી શકાય. બે દિવસ પહેલાં IIMમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં ABVP અમારી સામે વિરોધ કરી રહ્યાં હતા.ગતરોજ ABVPના કાર્યકરતાઓએ ષડયંત્ર રચીને લોકોને ઢોર માર મારવામાં આવ્યા છે. આ લોકો સામે IPCની કલમ 307 સહિત 120(બી) લાગાવવી જોઈએ."