ETV Bharat / state

Lata mangeshkar Passed Away: લતા મંગેશકરને ગુજરાતી ગીતો પ્રત્યે વિશેષ પ્રેમ હતો : ગૌરાંગ વ્યાસ

ભારતે સ્વર કોકિલા લતા મંગેશકરને( Lata Mangeshkar)ગુમાવ્યા છે. તેઓ તેમના ગીતો થકી અમર થઈ ગયા છે. લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવાનો(Tribute program to Lata Mangeshkar) કાર્યક્રમ અમદાવાદમાં યોજાયો હતો. લતા મંગેશકરને સ્વરાંજલી કાર્યક્રમમાં જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. લતાજીએ ભલે દુનિયાને અલવિદા કહી દીધી હોય. પરંતુ તેમના ગીતો થકી તેઓ આપણી વચ્ચે જ છે.

Lata mangeshkar Passed Away: લતા મંગેશકરને ગુજરાતી ગીતો પ્રત્યે વિશેષ પ્રેમ હતો : ગૌરાંગ વ્યાસ
Lata mangeshkar Passed Away: લતા મંગેશકરને ગુજરાતી ગીતો પ્રત્યે વિશેષ પ્રેમ હતો : ગૌરાંગ વ્યાસ
author img

By

Published : Feb 19, 2022, 3:49 PM IST

અમદાવાદઃ થોડા દિવસો અગાઉ ભારતે સ્વર કોકિલા લતા મંગેશકરને(Lata mangeshkar Passed Away ) ગુમાવ્યા છે. તેઓ તેમના ગીતો થકી અમર થઈ ગયા છે. લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ અમદાવાદના ઠાકોરભાઈ હોલમાં સંસ્કાર ભારતી અને અમદાવાદ શહેર ભાજપ દ્વારા યોજાયો હતો.

લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ

કાર્યક્રમમાં ગાયકોએ રેલાવ્યો સૂરનો જાદૂ

લતા મંગેશકરને સ્વરાંજલી કાર્યક્રમમાં જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસ, ગાયક શ્યામલ-સૌમિલ અને આરતી મુન્શી, બંકિમ પાઠક તેમજ કવિ તુષાર શુક્લ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગૌરાંગ વ્યાસે લતા મંગેશકરના ગુજરાતી ગીતો અને તેમની સાથેના અનુભવોની માહિતી પ્રેક્ષકોને આપી હતી. લતા મંગેશકરે ગાયેલા પ્રખ્યાત ફિલ્મોના ગીતો જેમાં આંધી, મૈયરની ચુંદડી વગેરેની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. શ્રોતાઓ સૂરોના લયમાં મગ્ન થઈ ગયા હતા. આ કાર્યક્રમમાં રાજકોટથી ભુપેન્દ્ર વસાવડા પણ આવ્યા હતા. જેઓ આગામી છ મહિનામાં રાજકોટમાં મંગેશકરનું મંદિર બનાવવા જઈ રહ્યા છે. તેમને પણ અમદાવાદમાં યોજાયેલા લતાદીદીના કાર્યક્રમનું વર્ણન કર્યું હતું.

આ પણ વાંચોઃ લતાજી કાયમ માટે આપણી વચ્ચે સ્વર, સૂર અને સંગીતના સ્વરૂપમાં જીવંત રહેશે: ભીખુદાન ગઢવી

મારા જેવા નાના સંગીતાકારની કારકિર્દીમાં લતાજીનું મહત્વનું યોગદાન

આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિખ્યાત સંગીતકાર ગૌરાંગ વ્યાસે ETV Bharatને જણાવ્યું હતું કે, લતાજીએ ભલે દુનિયાને અલવિદા કહી દીધી હોય. પરંતુ તેમના ગીતો થકી તેઓ આપણી વચ્ચે જ છે. મારા જેવા નાના સંગીતકારની કારકિર્દીમાં મંગેશકર પરિવારનો અમુલ્ય ફાળો છે. લતાજી, ઉષા અને આશાજીએ હંમેશા ગુજરાતી સંગીતને પ્રેમ આપ્યો છે.
આ પણ વાંચોઃ ફિલ્મ સમીક્ષક જયપ્રકાશ ચૌક્સીએ સ્વર કોકિલા વિશે કહી આ વાતો, જે કદાચ ક્યારેય નહીં સાંભળી હોય...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.