અમદાવાદઃ રાજ્યમાં જમીન માપણી અંગે કિસાન કૉંગ્રેસ દ્વારા (Gujarat Congress Kisan )સરકાર પર આક્ષેપો કરવમાં આવ્યા છે. ભૂલસુધારણાનું નાટક કરી સ્થિતિ સુધરશે નહીં. આ માપણીની પ્રકિયા રદ થવી જોઈએ અને નવેસરથી માપણી થવી ખૂબ જ જરૂરી છે. 2 લાખ ખેડૂતોએ જમીન માપણી અરજીમાંં ભૂલની અરજી સરકારે દફતર કરી છે.
મનમોહન સરકારે ડીજીટ જમીન માપણીની શરૂઆત કરી
સિદ્ધાર્થ પટેલ જણાવ્યું હતું કે ખેડૂતોની જમીન માપણી ડીજીટલાઇઝેશન કરવાની શરૂઆત મનમોહન સરકારે કરી હતી. જેના માટે દરેક રાજ્યને રકમ પણ આપવામાં આવી હતી. જેના કામ દક્ષિણ ભારતની (Land survey in the state)કંપની સોંપવામાં આવી અને તેના માટે જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં ગ્રામ સભા બોલાવવી, ખેડૂતને જાણ કરવી, તમામ પ્રોસેસનો પ્રચાર કરવો, ખેડૂતોને સાથે રાખીને માપણી કરવી, નકશાનું ક્રોસ વેરીફીકેશન કરવું, જેવું કામ સોંપવામાં આવ્યું હતું.
ખેડૂત પોતાની જ જમીનનો માલિક નથી રહ્યો -સિદ્ધાર્થ પટેલ
સરકારના કેટલાક લોકો આ પ્રોસેસ બંધ કરવાનો પ્રયત્ન (Survey of lands for damages to farmers )કર્યો તેના ભાગ રૂપે આખું માપણીનું કામ હતું તે પ્રમાણે કરવામાં આવ્યું નથી. જેના કારણે અનેક પ્રશ્નો ઉદભવ્યા છે. એક બીજાની જમીનમાં પ્રોબ્લેમ ઉભા થયા ખેડૂત ખોટી જમીન માપણીના કારણે પોતાની જમીનનો માલિક કરગી રહ્યો છે. ગૌચર જમીન પણ પ્રાઇવેટના નામે થઈ છે જેના કારણે સરકારને ભારે નુકશાન થયું છે.
આ પણ વાંચોઃ ભાવનગરના ઘાંઘળી ગામે ડ્રોન દ્વારા જમીન માપણી કરવામાં આવી
સરકારે 2 લાખ અરજી દફતરમાં કરી નાખી -પાલ આબલિયા
ગુજરાતમાં 1.25 લાખ સર્વે નંબર જેમાં 19 હજાર ગામોની માપણી કરવાનો પ્રોજેકટ 2012 વિધાન સભા અને 2017માં જમીન પર યોગ્ય માપણી કરવાની સતત લડાઈ કરી. સાથે ભાજપના નેતા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સમુદ્ર માંથી એક લોટો પાણી લઈ ખબર પડી જાય પાણી કેટલું ખારું છે. તેવી જ રીતે માત્ર 2 જ ગામની માપણી લઈએ જમીનની માપણી કેટલી સાચી થઈ છે તેની ખબર પડી ગઈ છે. 1.70 હજાર રેફરન્સ કોડથી માપણી કરવાની હતી પણ જમીન પણ રેફરન્સ કોડ જ ક્યાં જોવા માળતો નથી તો જમીનની માપણી કેવી રીતે થઈ. સરકારને આ બાબત પર ઘણી વાર અરજી કરવામાં આવી પણ સરકાર માનવા તૈયાર જ નથી. આજ સુધી જમીન સુધારણાની માપણી 5 લાખ અરજી આવી છે. જેમાંથી 2 લાખ અરજી દફ્તર કરવામાં આવી. તો શું સરકાર 2 લાખ અરજી દફ્તર કરી તેને યોગ્ય ન્યાય આપશે અને આગામી સમય ફરીવાર સરકારને પુરાવા સાથે ફરીવાર અરજી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ હવે જમીન પણ ઓનલાઈન મપાશે, સરકારે કર્યો નિર્ણય