- જિલ્લામાં માત્ર દસ ઓક્સિજન સિલિન્ડર ફાળવાયા
- લોકો દ્વારા 15 ઓક્સિજન સિલિન્ડરની માંગ
- સામાજીક સંસ્થાઓ દ્વારા કોવિડ સેન્ટરમાં દાન
અમદાવાદ : ધંધુકા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ હેલ્થ સેન્ટર માટે રાજ્ય સરકાર દ્વારા દસ બેડની સુવિધા કરવામાં આવી છે, અહીં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે માત્ર દસ ઓક્સિજન સિલિન્ડર સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સરકાર દ્વારા 15 ઓક્સિજન સિલિન્ડર વધુ ફાળવવામાં આવે તેવી લોકો દ્વારા માગ કરવામાંં આવી હતી.
સામાજીક સંસ્થાઓ દ્વારા સહાય
ધંધુકા ધોલેરા તાલુકા મથક અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ગ્રસ્ત દર્દીની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી હતી, કોરોનાથી મૃત્યુઆંક સતત વધી રહ્યો હતો તેવા સમયે સામુહિક આરોગ્ય કેન્દ્ર ધંધુકા ખાતેના કોવિડ હેલ્થ સેન્ટર માટે વ્યક્તિગત, સામાજિક સંસ્થાઓ, સ્થાનિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિવિધ મેડિકલ ઉપકરણોની સહાય કરવામાં આવી રહી છે.
3 ઓક્સિજન કોન્સેન્ટ્રેટરનું અનુદાન
પોતાના ગામમા મેડિકલ ઉપકરણોની અછત વિશે જાણ થતા અમેરિકા સ્થિત મૂળ નાર ગામના વતની એવા ડોક્ટર અરવિંદભાઈ ચુનીભાઈ પટેલ તથા તેમના મિત્ર વર્તુળ , મનુભાઈ શાહ તેમજ અન્ય દાતાઓએ 130 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મશીનો ગોકુલધામ નારના સંસ્થાપક શુકદેવ સ્વામી તથા હરીકૃષ્ણ સ્વામીને મોકલી આપ્યા હતા, ત્યારે આ ધાર્મિક સંસ્થા દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ધંધુકા ને ત્રણ અને આરએમએસ હોસ્પિટલ ને બે એમ કુલ પાંચ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મશીનો ફાળવવામાં આવ્યા છે