- 23 માર્ચ એટલે શહીદ દિન
- ભગતસિંહ, રાજગુરુ, સુખદેવને આજના દિવસે ફાંસી આપવામાં આવી હતી
- શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે ક્રાંતિકારી યાત્રાનું કરાયું હતું આયોજન
અમદાવાદઃ આજરોજ તારીખ 23 માર્ચના રોજ શહીદ દિવસ છે. ત્યારે શહીદ દિવસ નિમિત્તે વિરમગામમાં ભગતસિંહ કાંતિકારી દળ દ્વારા ક્રાંતિકારી યાત્રાનું આયોજન કરાયું હતું. શહેરના ભરવાડી દરવાજાથી ટાવર ચોક ગોલવાડી દરવાજાથી શેઠ એમ. જે. હાઇસ્કૂલ સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાચોઃ આજે 23 માર્ચ શહીદ દિવસે ભાજપ દ્વારા વીર શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
શહીદોને શ્રદ્ધાંજલિ રૂપી ક્રાંતિકારી યાત્રાનું આયોજન
તારીખ 23 માર્ચના રોજ આઝાદીના લડવૈયા ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. ભગતસિંહ કાંતિકારી દળ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ રૂપી ક્રાંતિકારી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.