25 મે, 1915ના રોજ સ્થપાયેલો કોચરબ આશ્રમ ગાંધીજીના મિત્ર બેરિસ્ટર જીવનલાલ દેસાઈએ ભેટ આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાથી આવ્યા બાદ ગાંધીજીએ આ આશ્રમમાં વિદ્યાર્થીઓ અને નવયુવાનો માટે સત્યાગ્રહ, સ્વરોજગાર, સ્વદેશી, ચીજોની હિમાયતી માટે કામ કર્યું હતું. શરૂઆતમાં આ આશ્રમ ગરીબ લોકો, મહિલાઓ અને પુરુષોના ઉદ્ધાર માટેના કાર્યો, જાહેર શિક્ષણ, જાહેર સૌચાલય અંગેના ગાંધીજીના વિચારોના અભ્યાસ માટેનું મુખ્ય કેન્દ્ર હતું. આશ્રમનું નિર્માણ સાદગી સમાનતા જેવા સિદ્ધાંતો ઉપર આધારિત હતી.
આજે પણ કોચરબ આશ્રમમાં ગાંધીજીનું પ્રાર્થના સ્થળ, પ્રભાત ઘંટ, રસોડું, રૂમ અને ચરખો હયાત છે. તમે કોચરબ આશ્રમની જ્યારે મુલાકાત લો, ત્યારે તમામ વસ્તુઓ તમે નિહાળી શકો છો. ગાંધીજીએ કોચરબ આશ્રમ બાદ જ સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી. સાબરમતી આશ્રમથી ગાંધીજીએ દાંડીકૂચ કરી, પરંતુ, ગાંધીજીનો મૂળ આશ્રમ તો કોચરબ આશ્રમ હતો. ગાંધીજીનો એક આશ્રમ આફ્રિકામાં હતો. જે ફિનિક્સ આશ્રમ તરીકે ઓળખાતો હતો. અમદાવાદમાં કોચરબ અને સાબરમતી આશ્રમ વચ્ચે જે રોડ આવેલો છે. આ માર્ગને આશ્રમ રોડ તરીકે ઓળખવામાં આવે છે.