અમદાવાદ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે, થોડા જ સમયમાં ચૂંટણીની તારીખની જાહેરાત થઇ શકે છે. આ પહેલા વળતો પ્રહાર અને આક્ષેપબાજીનો દોર નેતાઓ વચ્ચે સતત ચાલી રહ્યો છે.ભારતીય જનતા પાર્ટી પર ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ સાથે ગુપ્ત ડીલ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે ઉપરાંત AAPના ગુજરાતના વડા ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો છે કે અમદાવાદમાં AIMIMના કાર્યાલયમાં ભાજપના નેતાઓની મુલાકાત થઈ છે.આ અંગે ગોપાલ ઇટાલિયાએ કટાક્ષમાં ટ્વિટ કર્યો હતો.જેને લઇને કિરીટ પરમારે વળતો જવાબ રે (Kirit Parmar retort no political meeting) આજે આપ્યો છે.
ગોપાલ ઇટાલિયાનું કટાક્ષમાં ટ્વિટ આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી પર ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન સાથે ગુપ્ત ડીલ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે ઉપરાંત AAPના ગુજરાતના વડા ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો છે કે અમદાવાદમાં AIMIMના કાર્યાલયમાં ભાજપના નેતાઓની મુલાકાત થઈ છે. આ અંગે તેમણે ટ્વિટ કરીને પ્રહાર પણ કર્યા હતા. મનીષ સિસોદિયાએ પણ આ અંગે સવાલ ઉઠાવ્યા છે.
સાબિર કાબલીવાલાએ આપ્યો જવાબ આ અંગે સાબિર કાબલીવાલાએ ETV ભારત સાથે વાતચિત કરતા ટેલિફોન પર જણાવ્યું કે મારા મત વિસ્તાર દાણીલીમડામાં અંદાજે 732 ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે. મારા સમયકાળ દરમિયાન અહીંય ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રોજેક્ટને હાથ પર લીધો છે અને મેયર સહિત તમામ લોકો અહીંયા વિઝીટ કરવા આવ્યા હતા. આ કોઈ રાજકીય મુલાકાત ન હતી. ફેક્ટરીઓ ફરી ચાલુ થાય તેના માટે મારા પ્રયાસો રહ્યા છે.
કિરીટ પરમારનો વળતો જવાબ સોશિયલ મીડિયામાં જે ફોટાઓ વાયરલ થઇ રહ્યા છે તે વિશે કિરીટ પરમારે વળતો જબાબ આપ્યો છે. જેમાં તેમણે કહ્યું કે કોઈ રાજકીય બેઠક નથી, બંધ બારણે કોઈ બેઠક નથી,ચૂંટણીઓ સમયે આવા આક્ષેપ થવાના આ સાથે કિરીટ પરમારે જણાવ્યું કે આ બઘી વાતો પાયાવિહોણી છે. અમે કોઇ રાજકીય બેઠક કરી નથી માત્ર એક પોજેક્ટ લઇને મળ્યા હતા, પરંતુ આ વાતને વાળીમચોડીને લાંબી કરવામાં આવી છે.
હિતેશ બારોટનો સળગતો જબાબ પોજેક્ટનું લોકાર્પણ કરવાનું છે એના ભાગ રુપે મેયર ગયા હતા. જે ફોટા વાયરલ થતા તે ત્યારના છે. બન્ને પાર્ટીઓ દ્રારા પાયાવિહોણી વાતો કરવામાં આવી રહી છે ચુંટણીને લઇને આ વાતનો મુદો બનાવામાં આવી રહ્યો છે.