અમદાવાદ: મહા ઠગ કિરણ પટેલ અને માલિની પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાય છે. જે મામલે માલીની પટેલની ફરી એકવાર ધરપકડ કરવામાં આવી છે. જોકે બે દિવસ પહેલા જ માલીની પટેલના શરતી જામીન મંજૂર થયા હતા. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માલીની પટેલની ધરપકડ કરીને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. મોરબીના વેપારી સાથે આ ઠગ દંપતીએ છેતરપિંડી આંચરી હતી. જેમાં જીપીસીબીનું લાયસન્સ અપાવવા માટે રૂપિયા 42 લાખ પડાવી લીધા હતા.
સરકારી વકીલ મહેન્દ્ર ભરવાડે જણાવ્યું હતું કે, આજરોજ માલીની પટેલને ક્રાઈમ બ્રાન્ચે રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા એમાં બનાવ એવો છે કે, વર્ષ 2017માં ભરતભાઈ જોડે કેમિકલ ફેક્ટરીમાં જીપીસીબી માટે 42 લાખ જેટલી રકમ આ આરોપી અને તેમના પતિએ પડાવી લીધી હતી. જોકે આ બાબતને લઈને બંને વચ્ચે સમાધાન પણ થયું હતું અને અમુક રકમ પરત પણ કરી હતી. અને બાકીની રકમમાં નારોલમાં જે જમીન છે તે જમીન તેમને આપીશું એવી વાત તેમણે ભરતભાઈને કરી હતી જો કે એ જમીન પણ આ દંપતીએ બીજે વેચી દીધી હતી. જેથી તેનો સમગ્ર કેસ નોંધાતા માલીની પટેલની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.
રિમાન્ડના મુદા:- માલીની પટેલના જે રિમાન્ડ માંગવામાં આવ્યા છે તેમાં રજૂઆત કરવામાં આવી હતી કે માલીની પટેલના પતિ કિરણ પટેલે ફરિયાદીને ક્લાસ વન અધિકારી તરીકે ઓળખ આપી હતી તેમજ સરકારી ઓફિસોમાં લાઇઝનીંગનું કામ કરે છે અને જીપીસીબી માંથી લાયસન્સ અપાવી દઈશ આવી વાત કરવામાં આવી હતી. પરંતુ ખરેખર લાયસન્સ માટેની કોઈ જ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ન હતી. રિમાન્ડના જે મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા તેમાં કોના દ્વારા આ લોકોને ફરિયાદીઓ સાથે ઓળખાણ થઈ? બાકીના પૈસા ક્યાં છે ?ખોટા કેટલા બાનાખત કર્યા છે? જીપીસીબી ના અધિકારી સાથે કોઈ સંપર્ક છે કે નહીં? આવા વિવિધ કારણોસર કોર્ટે દલીલો ગ્રાહ્ય રાખીને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
શુ છે સમગ્ર કેસ- આ કેસની વિગતો જોઈએ તો કિરણ પટેલ અને માલિની પટેલે મોરબીના ભરતભાઈ પટેલના લાઈફ સાયન્સ નામની કંપની ચાલુ કરવા માટે જીપીસીબીના લાયસન્સ ની જરૂર હતી. જે માટે કિરણ પટેલે જીપીસીબી માંથી જલ્દી લાઇસન્સ બનાવી આપવા માટે ભરતભાઈ પાસેથી 43 લાખ જેટલી રકમ લીધી હતી. જો કે લાયસન્સ મેળવી ન આપતા 11.75 લાખ જેટલા રૂપિયા પરત કર્યા હતા. પરંતુ 31 લાખ જેટલી રકમ બાકી ન આપતા તેની સામે હવે આ ગુનો નોંધીને કેસ દાખલ કરવામાં આવ્યો છે.