ETV Bharat / state

અમદાવાદની ખુશી પટેલને મળ્યો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર - National Child Award

પ્રજાસત્તાક દિવસે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશના 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર' વિજેતા 32 બાળકો સાથે વાત કરી હતી. જેમાં ગુજરાતના અમદાવાદની ખુશી પટેલ અને રાજકોટમાં મંત્ર હરખાણીને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર
author img

By

Published : Jan 25, 2021, 9:01 PM IST

  • અમદાવાદની ખુશી પટેલ જીતી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર
  • સ્પોર્ટ્સની સ્કેટિંગ ફિલ્ડમાં ખુશીએ જીત્યો આ પુરસ્કાર
  • ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટથી આ પુરસ્કાર માટે બાળકોની પસંદગી

અમદાવાદ : પ્રજાસત્તાક દિનના એક દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશના 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર' વિજેતા 32 બાળકો સાથે વાત કરી હતી. આ એવોર્ડ શિક્ષણ, રમત, કળા-સંસ્કૃતિ, સામાજિક સેવા, બહાદુરી જેવા ઉત્કૃષ્ટ કાર્ય માટે આપવામાં આવે છે. ગુજરાત માટે હર્ષની વાત છે કે, ગુજરાતમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે અમદાવાદમાંથી ખુશી પટેલ અને રાજકોટમાં મંત્ર હરખાણીને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

અમદાવાદની ખુશી પટેલને મળ્યો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર

બાળપણથી ખુશીને છે સ્કેટિંગમાં રસ

ખુશી પટેલ તેની માતા નેહા પટેલ અને પિતા ચિરાગ પટેલે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી કલેક્ટર સંદીપ સાંગલેની ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન સાથે સંવાદ કર્યો હતો. ખુશી પટેલે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહે છે. નાનપણથી જ તેને અભ્યાસની સાથે સ્કેટિંગમાં રસ છે. ખુશીએ સૌપ્રથમ ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ-2010 માં અમદાવાદ ખાતે 06 વર્ષથી નીચેની કેટેગરીમાં ભાગ લીધો હતો. સ્કેટિંગના વિવિધ 3 ગૃપમાં તેને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ત્યાર બાદ ખુશીએ પાછા વળીને જોયું નથી. છેલ્લે 2018માં તેને ફ્રાન્સ ખાતે આંતરરાષ્ટ્રીય સ્કેટિંગ સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. આ સાથે ખેલ મહાકુંભમાં પણ તેને ભાગ લીધો છે.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર
કલેક્ટર સંદીપ સાંગલેની ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન સાથે સંવાદ કર્યો

ETV BHARAT સાથે ખુશી પટેલની વાતચીત

  • સવાલ - આપ આર્ટિસ્ટિક સ્કેટિંગ કરો છો. તેમાં શું હોય છે?

જવાબ - આર્ટિસ્ટિક સ્કેટિંગમાં જંપ, સ્પિન, ફિગર જેવા પ્રોગ્રામ હોય છે. સ્પર્ધમાં બે પ્રોગ્રામ કરવાના રહે છે. જેમાં તમારે રોલર સ્કેટિંગ ઉપર સતત કરતબ બતાવવાના હોય છે.

  • સવાલ - આ સ્તરે પહોંચવા કેટલી મહેનત તમે કરી છે?

જવાબ - ખુશી 10 વર્ષથી 6થી 7 કલાક પ્રેક્ટિસ કરી છે. રોજ દોઢથી બે કલાક તે ફિટનેસ પાછળ ખર્ચે છે. આ રમતમાં ઇન્જરી પણ બહુ થાય છે. ખુશીને ડાબા પગમાં ફેક્ચર થયેલું છે અને 2016માં અંગુઠામાં પણ ફ્રેક્ચર થયું હતું.

  • સવાલ - ફેમિલી અને કોચ તરફથી કેવી રીતે સપોર્ટ મળે છે?

જવાબ - મેં સમર કેમ્પમાં 04 વર્ષની ઉંમરથી સ્કેટિંગ શરૂ કર્યું હતું. ત્યારથી તેને સ્કેટિંગ તરફ લગાવ વધ્યો હતો. કોચ જયુતિકા દેસાઈ, માતા-પિતા તેમજ ભાઈ તરફથી પણ સ્કેટિંગમાં આગળ વધવા માટે સતત પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાત સ્પોર્ટ ઓથોરિટીની શક્તિદૂત સ્કિમનો મને લાભ મળ્યો છે.

  • સવાલ - વડાપ્રધાન સાથે તમે શું વાતચીત કરી?

જવાબ - ખુશીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન સાથે વાત કરીને મને આનંદ થયો છે. વડાપ્રધાને મને સદા વિનમ્ર રહેવા જણાવ્યું છે. આ સાથે જ દેશનું નામ રોશન કરવા સતત કોશિશ કરવી.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર
બાળપણથી ખુશીને છે સ્કેટિંગમાં રસ
  • સવાલ - તમે કઈ- કઈ સ્પર્ધાઓમાં મેડલ મેળવ્યા છે?

જવાબ - આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે 2016માં ચીનના લીસુઇમાં 17મી એશિયન રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં 10-13 વર્ષના ગૃપમાં સ્કેટિંગના 3 ફોરમેટમાં 3 ગોલ્ડ મેળવ્યા છે. 2018માં દક્ષિણ કોરિયાના નોમવાનમાં 18મી એશિયન રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં 13-19 વર્ષના ગૃપમાં ચોથો રેન્ક મેળવ્યો છે. છેલ્લે 2018માં આર્ટિસ્ટિક વર્લ્ડ સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં મેં 13-19 વર્ષમાં ફ્રાન્સના વેન્ડિ ખાતે ભાગ લીધો હતો. રાષ્ટ્રીય કક્ષાએ મને 7 ગોલ્ડ, 04 સિલ્વર અને 02 બ્રોન્ઝ મેડલ મેળ્યા છે. રાજ્ય કક્ષાએ મને 22 ગોલ્ડ અને 04 સિલ્વર મેડલ મેળ્યા છે. જયારે ખેલ મહાકુંભમાં 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ મેળ્યો છે.

  • સવાલ - ભવિષ્યમાં કઇ ચેમ્પિયનશીપમાં ભાગ લેશો?

જવાબ - નજીકના ભવિષ્યમાં આવનારી એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લેવાની ઇચ્છા છે, પરંતુ હાલ એ અંગે કશું જ કહી શકાય તેમ નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.