ETV Bharat / state

અમદાવાદમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ખેલમહાકુંભ-2019નો પ્રારંભ - સંસ્કાર ધામ સ્પોર્ટ્સ એકેડેમી

અમદાવાદઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ નજીક ગોધાવીમાં સંસ્કાર ધામ સંકુલ ખાતેથી ખેલમહાકુંભ-2019નો પ્રારંભ કર્યો હતો. સાથે જ તેઓએ સંસ્કાર ધામ સ્પોર્ટ્સ એકેડેમીનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે દેશના સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજિજુ ઉપસ્થિત રહ્યાં હતાં.

ફાઈલ ફોટો
author img

By

Published : Sep 8, 2019, 7:52 PM IST

આ પ્રસંગે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિકાસના દરેક ક્ષેત્રમાં સામાજિક સેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, રમત ગમતમાં ક્યાંય પાછળ નહી રહે. તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. આજે 10માં ખેલમહાકુંભમાં 46 લાખ રમત પ્રેમીઓએ રજીસ્ટ્રેશન કરાવીને વિક્રમ સર્જ્યો છે અને ખેલ મહાકુંભને જીવંત બનાવ્યો છે તેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યપ્રધાને કહ્યું કે, રાજ્યના હોનહાર ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધાઓમાં ગુજરાતનું નામ રોશન કરે તેવી સઘન તાલીમ, ઈનામો અને પ્રોત્સાહન સરકાર આપે છે.

ખેલમહાકુંભ-2019નો પ્રારંભ

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં રમત ગમતની અદ્યતન પદ્ધતિસરની તાલીમ અને રિસર્ચ માટે સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી તેમજ જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સ્કુલ અને એકેડમી સ્થાપિત કરી છે. શક્તિદુત યોજના અંગે તેમણે કહ્યું હતું કે આ યોજના અન્વયે પ્રતિભાવંત યુવા ખેલાડીઓને પ્રશિક્ષણ સહાય આપીને શ્રેષ્ઠ પરફોર્મન્સ માટે પ્રેરણા આપવામાં આવે છે. આ યોજનાને પરિણામે ગુજરાતના ખેલાડીઓએ 337 ગોલ્ડ સહિત 693 મેડલ્સ જીત્યા છે. તેની ભૂમિકા મુખ્યપ્રધાને આપી હતી. વિજય રૂપાણીએ સંસ્કાર ધામની આ નવીન સ્પોર્ટ્સ એકેડમીના બાળકોને વિશ્વ કક્ષાની રમતો માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

મુખ્યપ્રધાને ફૂટબોલ અને આર્ચરીની રમત સ્પર્ધાઓની શરૂઆત કરાવી ખેલ મહાકુંભ-2019ને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, બોક્સર મેરી કોમ, ગગન નારંગ, પુલેલા ગોપીચંદ, દીપા મલિક, વિશ્વનાથ આનંદ સહિત રમતવીરો ઉપસ્થિત રહ્યા હતાં.

Intro:Approved by bharat panchal

નોંધ: whatsapp ગ્રુપ માંથી વિડીયો લઈ લેવા, વિડીયો સાથે આર્ટિકલ અપલોડ થઈ નથી રહ્યો.

અમદાવાદ- ગુજરાતના મુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણી એ અમદાવાદ નજીક ગોધાવીમાં સંસ્કાર ધામ સંકુલ ખાતેથી ખેલમહાકુંભ ૨૦૧૯ નો શાનદાર પ્રારંભ અને સંસ્કાર ધામ સ્પોર્ટ્સ એકેડેમી નું ઉદ્ઘાટન કરતા સ્પષ્ટ પણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાત પ્રધામંત્રીશ્રી એ કરેલા ફીટ ઈન્ડિયા ના સંકલ્પ માં અગ્રેસર રહેશે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ફિટનેસ માત્ર શબ્દ નહિ પરંતુ સ્વસ્થ જીવનની કેડી બને એવા આ કાર્યક્રમ માં ગુજરાતે માત્ર એક દિવસ યોગ દિવસ નહિ પરંતુ યોગ બોર્ડ દ્વારા ૩૬૫ દિવસ યોગ અભ્યાસ અને ખેલ મહાકુંભ દ્વારા રમતગમત ને જન જન સુધી પહોંચાડવા ના આયોજન કર્યા છે.Body:

વિજય ભાઈ રૂપાણી એ જણાવ્યું કે ગુજરાત વિકાસ ના હરેક ક્ષેત્રો સામાજિક સેવા ઇન્ફ્રા સ્ટ્રકચર આરોગ્ય કે રમત ગમત ક્યાંય પાછળ ન રહે તેવી નેમ સાથે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ ખેલ મહાકુંભ ની શરૂઆત કરાવી હતી.આજે ૧૦માં ખેલમહાકુંભ માં ૪૬લાખ રમત પ્રેમીઓએ રજીસ્ટ્રેશન કરાવીને વિક્રમ સર્જ્યો છે ખેલ મહાકુંભ ને જીવંત બનાવ્યો છે તેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યપ્રધાને કહ્યું કે રાજ્યના હોનહાર ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધાઓમાં ગુજરાત નું નામ રોશન કરે તેવી સઘન તાલીમ ઇનામો અને પ્રોત્સાહન સરકાર આપે છે. ૧.૬૦ લાખ ખેલાડીઓને આવા ૪૦ કરોડ થી વધુ ના ઇનામો આપ્યા છે.

તેમણે ઉમેર્યું કે રાજ્યમાં રમત ગમત ની અદ્યતન પદ્ધતિસર ની તાલીમ અને રિસર્ચ માટે સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી તેમજ જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સ્કુલ અને એકેડમી સ્થાપિત કરી છે.શકિતદુત યોજના અંગે તેમણે કહ્યું કે આ યોજના અન્વયે પ્રતિભાવંત યુવા ખેલાડીઓ ને પ્રશિક્ષણ સહાય આપીને શ્રેષ્ઠ પરફોર્મન્સ માટે પ્રેરણા આપવામાં આવે છે.આ યોજના ને પરિણામે ગુજરાત ના ખેલાડીઓ ૩૩૭ગોલ્ડ સહિત ૬૯૩ મેડલ્સ જીતી લાવ્યા છે તેની ભૂમિકા મુખ્યમંત્રી એ આપી હતી.વિજય ભાઈ રૂપાણીએ સંસ્કાર ધામ ની આ નવિન સ્પોર્ટ્સ એકેડમી બાળકો ને વિશ્વ કક્ષાની રમતો માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડશે એવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

મુખ્યપ્રધાને ફૂટબોલ અને આર્ચરી ની રમત સ્પર્ધાઓની શરૂઆત કરાવી ખેલ મહાકુંભ ૨૦૧૯ ને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, બોક્સર મેરી કોમ, ગગન નારંગ, પુલેલા ગોપીચંદ, દીપા મલિક, વિશ્વનાથ આનંદ સહિત રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.Conclusion:Byte 1 કિરણ રિજિજુ, સ્પોર્ટ્સ મિનિસ્ટર, ભારત સરકાર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.