ગાંધીનગર : આજરોજ કાશ્મીરથી આવેલા યુવકોએ રાજધાની સહિત અનેક પર્યટન સ્થળની મુલાકાત લીધી હતી અને આ તકે આ તમામ યુવકોએ વિધાનસભાની પણ મુલાકાત લીધી હતી, ત્યારે આ અંગે આ યુવકોએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. તે દરમિયાન તેઓ ગુજરાતની મુલાકાત લઇ અને કાશ્મીરની પરીસ્થીતી અંગે વાકેફ કરાવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે કાશ્મીરની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી ગુજરાતની પરિસ્થિતિ ખૂબ જ સારી હોવાનું કાશ્મીરી યુવકો માની રહ્યા છે. કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી જે પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે તે કાબુમાં આવે તેવું કાશ્મીરી યુવકોનું માનવું છે.
ગુજરાત સરકારના ખર્ચે ગુજરાતની મુલાકાતે આવેલા કાશ્મીર યુવકોનું આવતીકાલે ગાંધીનગર કલેકટર દ્વારા વિદાય કરવામાં આવશે એટલે કે આવતીકાલે કાશ્મીરી યુવકો કાશ્મીર જવા રવાના થશે.