અમદાવાદ: ગુજરાતના તમામ લોકો માટે અને ફરવા માટેનો સૌથી ઉત્તમ સ્થળમાં અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવની ગણના થાય છે. જેમાં ખાસ કરીને વર્ષના અંતના અઠવાડિયામાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલનો મહોત્સવ ઉજવવામાં આવે(Kankaria Carnival 2022) છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું(Kankaria Carnival 2022) છે. તો આ વખતના કાર્નિવલમાં કેવા પ્રકારની સગવડ હશે. કયા કયા નામાંકિત કલાકારો પોતાનો પરફોર્મન્સ આપશે (Eminent artists will entertain the crowd)તેના વિશે અમદાવાદ કોર્પોરેશનના રીક્રિએશન અને હેરિટેજ વિભાગના ચેરમેન રાજેશભાઈ દવે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.
પ્રશ્ન: 1 અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની શરૂઆત ક્યારથી થઈ હતી?
જવાબ: કાંકરિયા કાર્નિવલની શરૂઆત 2008માં વાઇબ્રન્ટ ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા અને આ ગુજરાતનો જે મુખ્ય વિકાસ કર્યો તેવા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2008માં કાંકરિયાનો સંપૂર્ણ વિકાસ કરી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કાંકરિયાનું નામ થાય તે પ્રમાણે વિકાસ કર્યો. 2008ની અંદર નરેન્દ્ર મોદીએ કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો(Kankaria Carnival started by pm narendra modi) હતો.
પ્રશ્ન :2 કોરોનાના બે વર્ષ બાદ કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરવામાં આવી રહી છે આ કાર્નિવલનો પ્રારંભ કોના હસ્તે કરવામાં આવશે?
જવાબ: કાંકરિયા કાર્નિવલની શરૂઆત 25 ડિસેમ્બર 2022ના રોજ થશે અને આપણા સંવેદનશીલ અને ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે આ કાકરીયા કાર્નિવલનું શુભારંભ (Kankaria Carnival inaugurated CM Bhupendra Patel)થશે.
પ્રશ્ન 3: કાંકરિયા કાર્નિવલમાં કયા કયા કલાકારો કે સંગીતકારો પોતાનું પરફોર્મન્સ બતાવશે?
જવાબ: 25 ડીસેમ્બર 2022 ના રોજ કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ મુખ્યપ્રધાનના હસ્તે કરવામાં આવશે. ત્યારબાદ આપણા લોક સાહિત્યકાર સાંઈરામ પોતાનું પરફોર્મન્સ આપશે આબાદ બીજા પણ ગુજરાતના અલગ અલગ કલાકારો પણ પોતાનું પરફોર્મન્સ દરરોજ આપશે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ગાયક ભૌમિક શાહનું મ્યુઝિકલ નાઈટ આયોજન કરવામાં આવ્યું છે. લોકસાહિત્યના અલગ અલગ ડાયરાઓ પણ રાખવામાં આવ્યા (Eminent artists will entertain the crowd) છે.
આ પણ વાંચો હવે વિવાદોની બોર્ડ નહિ, વિકાસનો કોરિડોર છે - PM મોદી
પ્રશ્ન: 3 કાંકરિયા કાર્નિવલની અંદર કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે કેવા પ્રકારની તૈયારી કરવામાં આવી છે?
જવાબ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કાર્યોના પ્રોગ્રામમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. રોજના ત્રણથી ચાર લાખ લોકો વિઝીટ માટે આવતા હોય છે. એની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. પોલીસ કમિશનર દ્વારા સાદા ડ્રેસમાં ડિ સ્ટાફ લોકો કોઈ બહેન દીકરીને છેડતી ન થાય તેના માટે મહીલા પોલીસનું પણ હાજર છે. પોલીસ કંટ્રોલરૂમ પણ અહીંયા રાખવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ દરમિયાન કોઈ નાના બાળકો ખોવાઈ ન જાય તે માટેનું અલગ ડેસ્ક ઊભું કરવામાં આવ્યું છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર બ્રિગેડ ની ટીમ પણ તૈનાત રાખવામાં આવશે મેડિકલ ટીમો પણ હાજર રહેશે.
પ્રશ્ન: 4 સામાજિક કલાકારો પોતાનો પરફોર્મન્સ બતાવે તે માટે કુલ કેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે?
જવાબ: કાંકરિયા કાર્નિવલમાં કુલ મોટા ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જેમાં ગેટ નંબર એક ગેટ નંબર ત્રણ અને ગેટ નંબર 5 પર એમ કુલ ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે.
પ્રશ્ન 5: મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી તેના માટે પાર્કિંગની કેવી પ્રકારની સગવડ ઊભી કરવામાં આવી છે?
જવાબ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક પાર્કિંગ પ્લોટ છે. જેને કોન્ટ્રાકટ પર આપવામાં આવેલો છે અને તેમાં પણ લોકો સારી રીતે પાર્કિંગ કરી શકે તેના માટે પૂરતી સગવડ કરવામાં આવી છે. ટ્રાફિકની સમસ્યા પણ ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ પણ હાજર રહેશે. આ કાર્નિવલની અંદર પોલીસ દ્વારા ડોગ શો અને હોર્સ શો પણ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રશ્ન: 6 કાંકરિયા કાર્નિવલ જોવા માટે કેટલી ફી રાખવામાં આવી છે?
જવાબ: કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ 2008 થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયોજન કર્યું છે. ત્યારથી કાર્નિવલની અંદર કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. માત્ર કાંકરિયા કાર્નિવલી એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. બાકી પ્રાણી સંગ્રહાલય, અટલ એક્સપ્રેસની જે પણ ટિકિટ છે. તે ટિકિટ દર યથાવત રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો વડોદરાના ધારાસભ્યની અપીલ; કામ માટે બધા ધારાસભ્યએ એક થવું પડશે
પ્રશ્ન 07: રાત્રિના સમયે લેઝર શોનું આયોજન કરવામાં આવતું હોય છે તો આ વખતે લેઝર શો કયા થીમ પર કરવામાં આવશે?
જવાબ: આ વખતે કાંકરિયા કાર્નિવલમાં જે લેઝર શો યોજાવાનો છે તે અતિ મહત્વનો રહેશે. આઝાદી કા અમૃત મહોત્સવના થીમ પર લેઝર શો અધ્યતન LED લાઈટનો શો બતાવવામાં આવશે.