અમદાવાદ: સરકારના વિશ્વાસે ફરી વિદ્યાર્થીઓ રવિવારે જુનિયર ક્લાર્કની ભરતીની પરીક્ષા આપશે. પરંતુ હવે પેપર લખતા સમયે વિદ્યાર્થીઓને પેપર કેવું જશે એ ચિંતા નહીં હોય. પરંતુ, પેપર લખતા લખતા તેમને સતત વિચાર આવતા રહેશે કે આ પેપર ફૂટી ના જાઇ તો સારૂ. કારણ કે પેપર ફૂટવાની પરંપરા યથાવત છે. જેના કારણે વિદ્યાર્થીઓના માથે પેપર ફૂટે નહીં તેના તોળાતા જોખમ વચ્ચે આ પરીક્ષાનું આયોજન થવા જઇ રહ્યું છે. બીજી બાજૂ પરીક્ષાને ધ્યાનમાં લઇને ગુજરાત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વધારે ભાડું નહીં લેવાનો નિર્ણય:સ્પેશિયલ બસનું સંચાલન એસટી નિગમના સચિવ કે.ડી.દેસાઈ etv bharat સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, આગામી 9 એપ્રિલ 2023ના રોજ ગુજરાત સરકારના પંચાયત પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને ગુજરાત એસટી વિભાગ દ્વારા વધારાની બસોનું સંચાલન કરવાનો નિર્ણય કર્યો છે. પંચાયત પસંદગી મંડળ દ્વારા આ વખતે પરીક્ષા કેન્દ્ર જિલ્લા ફેરબદલી થી કરવામાં આવ્યા છે.
તાલુકમાં કેન્દ્રોઃ આ ઉપરાંત જિલ્લાના તાલુકા ક્ષેત્રે પણ કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. જેના પગલે એસટી વિભાગે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય કર્યો છે. એસટી વિભાગ કોઈપણ મેળા કે અન્ય વર્ધીમાં સ્પેશિયલ બસનું સંચાલન કરે છે. રેગ્યુલર ભાડા કરતા વધારે ભાડું લેવામાં આવતું હોય છે. પરંતુ વિદ્યાર્થીઓને હિતમાં લઈને એસટી વિભાગ દ્વારા કોઈપણ પ્રકારે વધારે ભાડું નહીં લેવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું: તાલુકા મથક સુધી બસ સુવિધા અંગે અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા તાલુકા મથકે પણ પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓને તે તાલુકા મથક પણ પહોંચવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને તાલુકા ક્ષેત્ર સુધી બસનું સંચાલન કરવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાના તાલુકા મથક પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે ઓનલાઇન ટિકિટ પણ બુક કરાવી શકે છે. જેથી વિદ્યાર્થીઓને તે તાલુકા મથકે પહોંચવા સીધી વધારાની બસ શરૂ કરી શકાય છે. વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકશે. કોઈ પ્રકારની મુશ્કેલી ના પડે તેને ધ્યાનમાં લઈને હેલ્પલાઇન નંબર પણ ચાલુ કરવામાં આવશે.
પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું: એસટી વિભાગ દ્વારા અંદાજિત 6,000થી પણ વધારે બસ રવિવારના રોજ સ્પેશિયલ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શરૂ કરવામાં આવશે. જેને લઈને રેગ્યુલર મુસાફરને પણ મુશ્કેલી ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પંચાયત પસંદગી સેવા બોર્ડ દ્વારા દરેક વિદ્યાર્થી અને પોતાના બેંકના એકાઉન્ટમાં 256 રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓને 256થી પણ વધારે ભાડું થશે તો તેમને પોતાના પૈસા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું રહેશે.
હેલ્પ લાઇન નંબર જાહેર: ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે તો તે કેન્દ્રને શોધવા માટે જિલ્લા કક્ષાના હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લા હેલ્પલાઇન નંબર 079 25508141, ગાંધીનગર જિલ્લા હેલ્પલાઇન નંબર 079 23256977 જાહેર કરવામાં આવ્યો છે.