ETV Bharat / state

Junior clerk exam paper leak: 'આપ'ના પ્રદેશ અધ્યક્ષે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપે ફરી એકવાર જનતાનો વિશ્વાસ તોડ્યો - BJP has once again broken the trust of the public

ગુજરાતના વિવિધ સેન્ટર ઉપર જુનિયર ક્લાર્કની ભરતી માટે 9 લાખ યુવાનો પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. પરીક્ષા શરૂ થાય તે પહેલા જ જુનિયર ક્લાર્કનું પેપર લીક થયું હતું. જેને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સરકાર પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ગુજરાતની જનતાએ ભાજપ સરકારમાં ફરી એકવાર વિશ્વાસ મૂકીને 156 સીટ આપી હતી. પરંતુ ભાજપ સરકાર એ ગુજરાતી જનતાનો વિશ્વાસ તોડ્યો છે. ફરી એકવાર પેપર લીક કર્યું છે. આમ આદમી પાર્ટીએ માંગ કરી હતી કે જ્યાં સુધી ગુજરાતના બેરોજગારી યુવાનોને રોજગાર ન મળે ત્યાં સુધી તેમને ભથ્થું આપવામાં આવે.

state president of AAP hit out at the government on paper leak

author img

By

Published : Jan 29, 2023, 4:01 PM IST

ભાજપે ફરી એકવાર જનતાનો વિશ્વાસ તોડ્યો: 'આપ'ના પ્રદેશ અધ્યક્ષ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ નવી સરકાર બન્યા બાદ આજે પહેલી વખત જુનિયર ક્લાર્કની ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પરીક્ષા શરૂ થાય એના ગણતરીના કલાકો પહેલા જ પેપર લીક થયાની ઘટના સામે આવતા સરકાર દ્વારા પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી જેને લઈને અન્ય રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા સરકાર પર વિવિધ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

'આપ'ના પ્રદેશ અધ્યક્ષે સરકાર પર પ્રહાર કરતા

વધુ એક પેપર ફૂટ્યું: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આજથી ફરી એકવાર ગુજરાતમાં ભરોસાની ભાજપ સરકારે યુવાનો અને તેમના માતા પિતાનું વિશ્વાસ તોડ્યો છે. ગુજરાતમાં ફરી એકવાર સરકારી ભરતી જુનિયર ક્લાર્કનું પેપર લીક થયું છે. ગુજરાતમાં જેટલા ફટાકડા નથી ફૂટતા કેટલા પેપર ફૂટે છે. સરકાર ચૂંટણીમાં ઘણા બધા વચનો આપે છે. પરંતુ ભાજપ સરકાર સરકારી પરીક્ષા પેપર ફૂટ્યા વગર લઈ શકતી નથી.

આ પણ વાંચો Junior Clerk Exam Paper leak case: પરિક્ષાર્થીઓએ પંજાબના ખેડૂતવાળી કરવાની પણ હાકલ કરી

જનતાનો વિશ્વાસ તોડ્યો: ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપના મોટા મોટા નેતાઓ આ પેપર લીક કાંડમાં જોડાયેલા હોય છે. અત્યાર સુધી એક પેપર નહીં પરંતુ બાર જેટલા સરકારી ભરતીના પેપર લીક થયા છે. અત્યાર સુધી એક પણ ભાજપના નેતા જેલમાં ગયા નથી. આ પેપર લીક ક્યારે બંધ થશે. આ સરકાર ગુજરાતના 9 લાખ જેટલા યુવાનો અને તેમના માતા-પિતાના સપના તોડવામાં આવી રહ્યા છે. ગુજરાતની જનતાએ ભાજપ સરકારને 156 જેટલી સીટ આપી તેમની ઉપર વિશ્વાસ મૂક્યો હતો.પરંતુ આ વિશ્વાસ પર ભાજપ સરકારી હજુ સુધી ખરેખર ઉતરી શકી નથી. પેપર લીકનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. 156 સીટ વિજય મેળવ્યા બાદ પહેલી જ પરીક્ષા લેવામાં આવી રહી હતી. પહેલું જ પેપર લીક થયું છે.

આ પણ વાંચો Junior Clerk Paper Leak Case: પેપર લીક મામલે પરીક્ષાર્થીઓમાં આક્રોશ, ATS એ 15 શકમંદોની કરી ધરપકડ

બેરોજગારને આપવામાં આવે ભથ્થું: વધુમાં જણાવ્યું હતું કે ભાજપ સરકારના મુખ્યપ્રધાન અને તેમના પ્રધાનો પણ જવાબદારી લે કે આ પેપર લીકની અંદર જે પણ અધિકારીઓ સામેલ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઇએ. તેમજ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં આ પેપર કાંડની તપાસ કરવામાં આવે. જો આ નહીં થયું તો ફરીથી ભાજપ સરકાર પેપર લીક કાંડ શરૂ કરશે.આમ આદમી પાર્ટીની માંગ કરી હતી કે જ્યાં સુધી આ બેરોજગાર યુવાનોને સરકારી નોકરી ન મળે ત્યાં સુધી બેરોજગારીનું ભથ્થુ આપવામાં માગણી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.