ETV Bharat / state

જુનિયર કલાર્કની પરીક્ષાને લઈને ચાંપતો બંદોબસ્ત, બોડી વોર્ન કેમેરાથી વિદ્યાર્થીઓનું ચેકિંગ - competitive Exam Center

જાન્યુઆરી મહિનામાં યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીકના કારણે રદ કરવામાં આવી હતી, ત્યારે તે રદ થયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા ફરી તારીખ 9 એપ્રિલના રોજ યોજાઈ રહી છે. પરીક્ષાને લઈને પોલીસ દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

જુનિયર કલાર્કની પરીક્ષાને લઈને ચાંપતો બંદોબસ્ત, બોડી વોર્ન કેમેરાથી વિદ્યાર્થીઓનું ચેકિંગ

author img

By

Published : Apr 9, 2023, 12:32 PM IST

અમદાવાદઃ પેપર લીક અથવા તો કોઈપણ પ્રકારે ગેરરીતી ન થાય તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસે તમામ પરીક્ષાના સેન્ટરો ઉપર શહેર પોલીસની સાથો સાથ સ્ટેટ રિઝર્વ પોલીસનો પણ બંદોબસ્ત અને બોડી વોર્ન કેમેરા તેમજ સીસીટીવી સાથે બાજ નજર રાખવામાં આવી રહી છે. યોજાઇ રહેલી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 3000 કેન્દ્રો ઉપર 9 લાખ 53 હજાર ઉમેદવારોના ભાવિની કસોટી થશે.

આ પણ વાંચોઃ Junior Clerk Exam 2023: જુનિયર કલાર્કના પરીક્ષા કેન્દ્રો અને પરીક્ષાર્થીઓએ કેટલાક

બપોરે કસોટીઃ બપોરે 12:30 વાગે પરીક્ષા શરૂ થશે અને પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં આવશે. ખાસ કરીને ચાર સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં રાણીપની ગાયત્રી વિદ્યાલયમાં બે અને ગુજરાત કોલેજમાં બે સ્ટ્રોંગ રૂમ તૈયાર કરાયા છે. જે જગ્યા પર SRP નું એક સેક્શન અને સાથે એક PI, PSI બંદોબસ્તમાં ગોઠવાયા છે. પરીક્ષાનું સાહિત્ય લાવવા લઇ જવા માટે એક ACP અને PI તેમજ પરીક્ષા કેન્દ્ર દીઠ 1 PSI અને 4 પોલીસ કર્મીઓ જેમાં 2 મહિલા અને 2 પુરૂષ ગોઠવામમાં આવ્યા છે.

જુનિયર કલાર્કની પરીક્ષાને લઈને ચાંપતો બંદોબસ્ત, બોડી વોર્ન કેમેરાથી વિદ્યાર્થીઓનું ચેકિંગ
જુનિયર કલાર્કની પરીક્ષાને લઈને ચાંપતો બંદોબસ્ત, બોડી વોર્ન કેમેરાથી વિદ્યાર્થીઓનું ચેકિંગ

આ પણ વાંચોઃ Junior clerk Exam 2023 in Navsari : નવસારી તંત્ર જુનિયર કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા

ફ્લાઈંગ સ્ક્વોડઃ આ સાથે જ વાત કરવામાં આવે તો 65 ફ્લાઈંગ સ્કવોર્ડ કાર્યરત રહેશે. જેમાં દરેક પોલીસ કર્મચારી મુજબ 65 હથિયારી પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં સ્કવોર્ડ ગોઠવાયા છે. ખાસ કરીને રૂટ દીઠ એક હથિયારી પોલીસ સાથે આ કુલ 113 હથિયારધારી પોલીસ કર્મચારીઓ રાખવામાં આવ્યા છે. સુપરવિઝન માટે એક પોલીસ ઇન્સ્પેક્ટર અને બે પીએસઆઇ સહિત બે એસઆઇ મુખ્ય મથક ખાતેથી ગોઠવવામાં આવ્યા છે. તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓને સવારે 10:30 કલાકેથી પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી બંદોબસ્ત સ્થળ ઉપર જ હાજર રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે. જોકે, કોઈ રીતે ગેરરીતિ ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.