અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બે (J P Nadda Second Day Gujarat Visit) દિવસીય ગુજરાતના પ્રવાસે છે. રાજકોટ અને મોરબીમાં રોડ શૉ કર્યા બાદ બુધવારે અમદાવાદમાં આવેલા ટાગોર હોલમાં સંબોઘન કર્યું હતું. જેમાં તેમણે કોંગ્રેસનું નામ લીધા (J P Nadda Target congress) વગર વાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, નવી પેઢી શિક્ષણનીતિનને આગળ વધારશે. નવી શિક્ષણ નીતિ માતૃભાષાના આગળ વધારે છે. પહેલાની શિક્ષણનીતિ લોકોને ગુલામ બનાવતી હતી. ભારતમાં વડાપ્રધાન મોદીએ નવી શિક્ષણ નીતિ આપી.
-
બેઠકમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. @MPDrBDShyal , પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જી, પ્રદેશ મહામંત્રી શ્રી @bhargavbhattbjp , શ્રી @rajnipatel_mla , શ્રી @VinodChavdaBJP , શ્રી @pradipsinhbjp સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ અને મોરચાના પ્રદેશ પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યાં. (2/2) pic.twitter.com/qgQoicL3xv
— BJP Gujarat (@BJP4Gujarat) September 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">બેઠકમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. @MPDrBDShyal , પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જી, પ્રદેશ મહામંત્રી શ્રી @bhargavbhattbjp , શ્રી @rajnipatel_mla , શ્રી @VinodChavdaBJP , શ્રી @pradipsinhbjp સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ અને મોરચાના પ્રદેશ પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યાં. (2/2) pic.twitter.com/qgQoicL3xv
— BJP Gujarat (@BJP4Gujarat) September 21, 2022બેઠકમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. @MPDrBDShyal , પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જી, પ્રદેશ મહામંત્રી શ્રી @bhargavbhattbjp , શ્રી @rajnipatel_mla , શ્રી @VinodChavdaBJP , શ્રી @pradipsinhbjp સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ અને મોરચાના પ્રદેશ પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યાં. (2/2) pic.twitter.com/qgQoicL3xv
— BJP Gujarat (@BJP4Gujarat) September 21, 2022
ભારત સરકારની સિદ્ધિઃ નડ્ડાએ જણાવ્યું હતું કે, પોતાની જાતને એટલા મજબુત બનાવો કે બીજા લોકો તમારાથી પ્રભાવિત થાય. પશ્ચિમના દેશો આરોગ્ય ક્ષેત્રે વધારે મજબુત હોવા છતા કોરોનામાં એની સ્થિતિ ખખડી ગઈ હતી. વડાપ્રધાન મોદીએ એ સમયે સમયસર લોકડાઉન કરી દીધું. જેના કારણે સ્થિતિ કંટ્રોલમાં રહી. એ સમયે આપણી પાસે એક પણ પીપીઈ કિટ ન હતી. અઢી મહિનામાં ભારત પીપીઈ કિટ બનાવીને એકસપોર્ટ કરતો દેશ બની ગયો.
આરોગ્ય મામલે ટોણોઃ નડ્ડાએ કહ્યું હતું કે, કોવિડ વખતે ભારત સરકારે મોટું કામ કર્યું છે. પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાની વચ્ચે રહ્યા હતા. 9 મહિનામાં ભારતે કોરોનાની બે બે રસીઓ આપી છે. 270 વેક્સિન ડોઝ લોકોને લાગી ચૂક્યા છે. અનેક એવા રોગીની વેક્સિન આવતા ભારતમાં વર્ષો લાગ્યા હતા. મોદી સરકારે ટૂંકાગાળામાં આ કામ કરી બતાવ્યું છે.