ગાંધીનગર : ગુજરાતમાં 28 તારીખ સુધી કુલ 55 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. આમ ગુજરાત રાજ્યમાં કુલ 19340 વ્યક્તિઓને કોરોન્ટાઈલ કરવામાં આવ્યા છે. જેમાં 657 વ્યક્તિઓ સરકારી હોસ્પિટલમાં છે, જ્યારે 18 હજારથી વધુ વ્યક્તિઓને હોમ કોરોન્ટાઈલમાં રાખવામાં આવ્યા છે.
આ બાબતે રાજ્યના અગ્ર સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે શનિવારે કુલ ૭૫ જેટલા રિપોર્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 72 જેટલા રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, જ્યારે બે પોઝીટીવ અને એક રિપોર્ટર હજુ પણ પેન્ડિંગ છે. આ સાથે જ લોકલ ટ્રાન્સમિશનના કુલ 24 કેસો નોંધવામાં આવ્યા છે, જ્યારે વિદેશથી ભારત પરત ફરેલા અને ગુજરાતમાં રહેતા હોય તેવા 28 લોકોને વાયરસના કેસ પોઝિટિવ જોવા મળ્યા છે.
શનિવારે જે બે કેસ પોઝિટિવ સામે આવ્યા છે, તેમાં ૬૫ વર્ષના એક પુરુષ કે જે ગીર સોમનાથ જિલ્લાના રહેવાસી છે, તે અને ૨૫ વર્ષના ગાંધીનગરના યુવાનનો કેસ પોઝિટિવ આવ્યો છે. આ બંને કેસ સંક્રમણના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારમાં રહેતી મહિલાનું પણ મોત નીપજ્યું છે. જે મહિલાના મોતમાં આરોગ્ય અગ્રસચિવએ જણાવ્યું હતું કે મહિલાને ફક્ત કોરોના વાઇરસ જ નહીં પરંતુ અન્ય પણ ગંભીર બીમારીઓ હતી.
- અમદાવાદ 18
- ગાંધીનગર 9
- બરોડા 9
- રાજકોટ 8
- સુરત 7
- ભાવનગર 1
- કચ્છ 1
- મહેસાણા 1
- ગીર-સોમનાથ 1
આમ, ગુજરાત રાજ્યમાં કુલ 55 કોરોનાવાયરસના કેસ પોઝિટિવ નોંધવામાં આવ્યા છે, ઉપરાંત જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે 1 માર્ચથી અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 27 હજાર જેટલા લોકોએ અમદાવાદ એરપોર્ટ સહિત અલગ અલગ એરપોર્ટ ઉપર ગુજરાતમાં પ્રવેશ્યા છે, તમામ લોકોનું ડ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે.
આરોગ્યની પણ તપાસણી કરી લેવામાં આવી છે, જેમાંથી 176 જેટલા વિદેશી પ્રવાસીઓને કોરોના વાઇરસના ચિન્હો દેખાયા છે, જ્યારે કેન્દ્ર સરકાર પાસેથી તમામ મુસાફરોની વિગત માંગવામાં આવી છે. આ ઉપરાંત હજુ પણ ફેબ્રુઆરી માસની પણ વિગત માંગવામાં આવશે, જ્યારે અમુક મુસાફરો પાસેથી જે વિગતો મળી છે તે લોકો પાસે પાસપોર્ટ ગુજરાતનો હોય પરંતુ અન્ય રાજ્યમાં રહેતા હોય તેવું પણ સામે આવ્યું છે.
કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ રાજ્યની જનતાને પણ અપીલ કરી હતી કે લોકો ઘરમાં જ રહે જેથી આ વાયરસ વધુમાં વધુ ફેલાય નહીં.