ગત 20 જુલાઈના રોજ જામનગર સેશન્સ કોર્ટે સંજીવ ભટ્ટ સહિત અન્ય એક પોલીસ અધિકારીને IPSની કલમ 302 દોષિત ઠરાવતા તેમને આજીવન કેદની સજા ફટકાવામાં આવી હતી. જ્યારે અન્ય આરોપીઓને પણ કલમ 323 અને 506 પ્રમાણે કસ્ટોડિયલ ટોર્ચરમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સંજીવ ભટ્ટ અને પ્રવિણસિંહ ઝાલાને સજા ફટકારાવામાં આવી હતી. જો કે, અન્ય પાંચ આરોપીઓની સજા જાહેર કરવામાં આવી નથી. વર્ષ 1990માં સંજીવ ભટ્ટ જ્યારે જામનગરના SP હતા ત્યારે જામજોધપુરમાં ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની આગેવાની યોજાયેલી રથયાત્રામાં 150 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી અને પ્રભુદાસ વૈષ્ણવની કસ્ટોડિયલ ટોર્ચરમાં તેમનુ મોત નિપજ્યું હતું. મૃતકના ભાઈ દ્વારા સંજીવ ભટ્ટ સહિત 8 પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કસ્ટોડિયલ ટોર્ચરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.