અમદાવાદઃ પીએમઓના આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકેની નકલી ઓળખ આપી જમ્મુ-કાશ્મીરમાં સંવેદનશીલ વિસ્તારોમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરનારો મહાઠગ કિરણ પટેલને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે હવે જમ્મુ-કાશ્મીર પોલીસ આ મામલે તપાસ કરવા અમદાવાદ પહોંચી છે. એટલું જ નહીં, તેણે પીએમઓ અધિકારી તરીકેનું વિઝીટિંગ કાર્ડ જ્યાં છપાવ્યું હતું. ત્યાં પોલીસે પૂછપરછ કરી હતી. આરોપી મહાઠગ કિરણ પટેલ અમદાવાદના ઘોડાસરનો રહેવાસી છે.
આ પણ વાંચોઃ Kiran Patel Fake Pmo Official: ગુપ્તચર એજન્સીની એક શંકાએ નકલી PMO અધિકારી કિરણ પટેલનો કર્યો પર્દાફાશ
પોલીસે પ્રેસના સંચાલકની પૂછપરછ હાથ ધરીઃ મળતી માહિતી અનુસાર, મહાઠગ કિરણ પટેલે અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલી એક પ્રિન્ટિંગ પ્રેસમાં વિઝીટીંગ કાર્ડ બનાવ્યું હોવાનો ખૂલાસો થયો હતો. ત્યારે જમ્મુ-કાશ્મીર પોલીસે પ્રિન્ટિંગ પ્રેસમાં હાજર સંચાલકની પણ પૂછપરછ હાથ ધરી હતી. તો મણિનગરમાં આવેલા મહાલક્ષ્મી માર્કેટ વનમાં આવેલી આકાંક્ષા ક્રિએશન નામની દુકાનમાં જમ્મુ કાશ્મીર પોલીસે સર્ચ અને પૂછપરછ હાથ ધરી કોમ્પ્યુટર હાર્ડડિસ્ક અને ડોક્યુમેન્ટનું સર્ચિંગ કર્યું હતું.
અર્જન્ટમાં 10 વિઝિટિંગ કાર્ડ છપાવી લીધાઃ આ અંગે આકાંક્ષા ક્રિએશનનાં સંચાલક જિનલ દોશીએ ETV ભારત સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી મહિનામાં કિરણ પટેલ તેમની દુકાને આવ્યો હતો અને પોતે દિલ્હીમાં પીએમ ઑફિસમાં હોદ્દા ઉપર કામ કરતો હોવાની ઓળખ આપીને વિઝિટીંગ કાર્ડ ખતમ થઈ ગયા હોવાનું જણાવી 10 વિઝિટીંગ કાર્ડ અર્જન્ટમાં બનાવડાવ્યા હતા. જોકે, દુકાનમાં કામ કરતા વ્યક્તિએ સરકારી વિઝિટીંગ કાર્ડ બનાવવા જરૂરી ડોક્યુમેન્ટ માગ્યા હતા. એટલે મહાઠગ કિરણ પટેલે થોડા સમયમાં ડોક્યુમેન્ટ મોકલી આપું તેવું જણાવી 10 વિઝિટિંગ કાર્ડ બનાવી લીધા હતા. ત્યારબાદ તેણે દુકાનમાં કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટ જમા કરાવ્યા નહતા. જમ્મુ-કાશ્મીર પોલીસે તેમની અલગ અલગ બાબતે પૂછપરછ કરી હતી.
આ પણ વાંચોઃ Ahmedabad Crime: કડકડાટ અંગ્રેજી બોલતો અને પોતાને હાઈપ્રોફાઈલ અધિકારી ગણાવતો મહાઠગ કિરણ પટેલ કોણ છે, જૂઓ
કોણ છે કિરણ પટેલ?: વડાપ્રધાન કાર્યાલયના વરિષ્ઠ અધિકારી તરીકે પોતાની ઓળખ આપનારો મહાઠગ કિરણ પટેલ અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહે છે. મહાઠઘ કિરણ પટેલ જમ્મુ-કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યોરિટી અને એસયુવી કારમાં ફરી રહ્યો હતો. ત્યારે ગુપ્તચર એજન્સીએ કિરણ પટેલ અંગે પોલીસ સમક્ષ શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પોલીસે 3 માર્ચ 2023એ શ્રીનગરથી મહાઠગ કિરણ પટેલની ધરપકડ કરી હતી. ત્યારે 16 માર્ચે જમ્મુ-કાશ્મીર પોલીસે તેને શ્રીનગર કોર્ટમાં રજૂ કર્યો હતો અને ત્યારબાદ તેને કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. કિરણ પટેલે ઉચ્ચસ્તરીય સરકારી સુવિધાઓનો લાભ લઈને જમ્મુ અને કાશ્મીરના વિવિધ ભાગોનો માત્ર પ્રવાસ જ નહતો કર્યો, પરંતુ બડગામના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. જોકે, ત્યારબાદ અને ગુપ્ત એજન્સીઓને શંકા જતા જમ્મુ-કાશ્મીર પોલીસને તેના વિશે એલર્ટ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેની ધરપકડ થઈ હતી.