- 18 એપ્રિલ એટલે વિશ્વ હેરિટેજ દિવસ
- જામા મસ્જીદ સૌથી જુની મસ્જીદમાંથી એક ગણવામાં આવે છે
- જામા મસ્જીદનું નિર્માણ અહેમદશાહના શાસન દરમિયાન 15મી સદીમાં થયું છે
અમદાવાદ: શહેરમાં મહાત્મા ગાંધી રોડ પર આવેલી જામા મસ્જિદ ભારતની સૌથી સુંદર મસ્જિદોમાંની એક માનવામાં આવે છે. આ મસ્જિદનું નિર્માણ અહેમદશાહના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું. મસ્જિદની કામગીરી, ગુંબજોની કામગીરી, શાંતિપૂર્ણ વાતાવરણ તરીકે અદભુત નમુનો ગણવામાં આવે છે. અમદાવાદને હેરિટેડ શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું. જેમાં જામા મસ્જિદને ખાસ ગણવામાં આવી છે.
ઇ.સ.1423માં અહેમદશાહ દ્વારા જામા મસ્જિદનું નિર્માણ થયું હતું
ઇ.સ.1423માં અહેમદશાહ દ્વારા જામા મસ્જિદનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. મસ્જિદની પૂર્વ દિશામાં અહમદશાહની કબર બનાવવામાં આવેલી છે. સાથે સાથે મસ્જિદમાં તેમના પુત્રની પણ કબર બનાવવામાં આવેલી છે. તેમની થોડી દુર સામેના ભાગમાં રાણીના હજીરા ખાતે અહેમદશાહની પત્નીઓની કબર બનાવવામાં આવેલી છે.
આ પણ વાંચો: વિશ્વ હેરિટેજ દિવસઃ અમદાવાદના 12 દરવાજાઓ આજે પણ હેરિટેજનો ભાગ
15 મુખ્ય ગુબજો, 260 સ્તંભ
જામા મસ્જિદમાં નમાજ અદા કરવાના વિશાળ ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં 15 મુખ્ય ગુબજો આવેલા છે, જેમના સપોર્ટ માટે 260 જેટલા સ્તંભ બનાવવામાં આવેલા છે. ઇ.સ. 1819માં આવેલા ભૂકંપમાં તેમની ઉંચાઈ અડધી થઇ ગઇ છે. હાલમાં જેટલી ઉંચાઈ છે. તેના કરતા બમણી ઉંચાઈ હતી. જયારે મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 15 મી સદીમાં જામા મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
હાલ મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા નમાજ અદા કરવામાં આવે છે
હાલમાં પણ રમજાનના મહિનામાં સહિત વિવિધ દિવસોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા નમાજ અદા કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિના ઐતિહાસિક વારસા તરીકે જામા મસ્જિદની જાળવણી કરવામાં આવે છે.
આ પણ વાંચો: વિશ્વ હેરિટેજ દિવસ : અમદાવાદની પોળ એટલે નરી અને નક્કર જીવંતતા
શહેરને હેરિટેજનો દરજ્જો અપાવવામાં પોળ મુખ્ય
શહેરનો જૂનો વિસ્તાર એટલે પોળ વિસ્તાર. પોળ વિસ્તારમાં રહેતા લોકોમાં એક જ અલગ પ્રકારની સામ્યતા જોવા મળે છે. આજે પણ પોળ વિસ્તારમાં લોકો સાથે મુલાકાત કરવામાં આવે તો બધાથી અલગ તરી આવે છે અને જો બહારથી લોકો પોળમાં રહેવા જાય તો તેમની સંસ્કૃતિમાં હળી મળી જાય છે. એટલા માટે જ પોળને એક સાંસ્કૃતિક રહેણી, કહેણીના વારસા તરીકે ગણવામાં આવે છે.
શહેરની ફરતે વિવિધ 12 મુખ્ય દરવાજાઓ બનાવવામાં આવ્યા હતા
અમદાવાદ શહેરની સ્થાપના કરવામાં આવી ત્યારે શહેરની ફરતે દિવાલ બનાવવામાં આવી હતી, અને શહેરમાં પ્રવેશ કરવા માટે 12 દરવાજાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજે શહેરના બારેય દરવાજા ઐતિહાસિક વારસાનો નમુનો બની ચુક્યા છે. અહેમદશાહ બાદશાહે અમદાવાદ શહેર વસાવ્યું હતું. ત્યારે હાલમાં શહેરના દરવાજાઓ તો છે. પરંતુ દિવસ નથી. સમય જતાની સાથે સાથે તોડી પાડીને શહેરનો વિસ્તાર થયો ગયો છે.